બજાર » સમાચાર » કંપની સમાચાર

ટાટા મોટર્સના સારા જેએલઆર વેચાણ આંકડા છતા ઘટાડો

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

ટાટા મોટર્સના અનુમાન કરતા સારા ડિસેમ્બર જેએલઆરના રિટેલ વેચાણ આંકડા આવ્યા છતા સ્ટૉકમાં ઘાટડો જોવા મળ્યો છે. જેએલઆરનું વેચાણ 6 ટકા ઘટીને 52160 યુનિટ્સ પર રહ્યું છે જ્યારે નોર્થ અમેરિકા વેચાણમાં 21 ટકાનો વધારો થયો હતો.


ટાટા મોટર્સમાં જોકે ઘટાડાનું કારણ છટણીનું છે. જેએલઆર 2.5 બિલિયન પાઉન્ડ ખર્ચ ઘટાડવાની યોજનાના ભાગરૂપે 4500 લોકોની છટણી કરશે.


ટાટા મોટર્સે ડિસેમ્બરમાં કુલ ગ્રુપ ગ્લોબલ હોલસેલ વેચાણ 14 ટકા ઘટીને 1 લાખ યુનિટ્સ પર રહ્યું છે. જેએલઆરનું ગ્રુપ ગ્લોબલ હોલસેલ વેચાણ 45474 યુનિટ્સ પર રહ્યું.