બજાર » સમાચાર » કંપની સમાચાર

ટાટા સન્સે ટીસીએસમાં વેચ્યું 1.68% હિસ્સો

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 16:37  |  સ્ત્રોત : CNBC-Bajar

સીએસમાં આજે સાડા પાંચ ટકાની આસપાસના ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળ્યો. પ્રમોટર્સ ટાટા સન્સે કંપનીમાંથી દોઢ ટકા જેટલો હિસ્સો અલગ-અલગ બ્લોક ડીલ મારફત વેચ્યો છે. આ હિસ્સાને વેચી ટાટા સન્સે લગભગ સાડા આઠ હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. ટાટા સન્સ આ ડીલથી એકત્ર થયેલી રકમને ગ્રુપ કંપનીમાં રોકશે.


સાથે જ કંપનીના ઋણને પણ ઘટાડવા માટે પણ આ રકમનો ઉપયોગ કરવામાં આવશે. બ્લોક ડીલ લગભગ 2890ની આસપાસ કરવામાં આવી છે. જે ગઇકાલના ક્લોઝિંગથી પાંચ ટકાને પાર ડિસ્કાઉન્ટ પર હતી. આ ડીલ બાદ કંપનીમાંથી ટાટા ગ્રુપનો હિસ્સો 73.57%થી ઘટી 72%ની આસપાસ થયો છે.