બજાર » સમાચાર » કંપની સમાચાર

ટેક્સ કપાતથી થશે કારોબારમાં નફો: ગોદરેજ એગ્રોવેટ

ના રોજ પ્રકાશિત Thu, 03, 2019 પર 12:58  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકિય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ગોદરેજ એગ્રોવેટનો નફો 4.2 ટકાથી ઘટીને 77.6 કરોડ રૂપિયા રહ્યા છે. નાણાકિય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ગોદરેજ એગ્રોવેટને 81 કરોડ રૂપિયાનો નફો થયો હતો.


નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ગોદરેજ એગ્રોવેટની આવક 14.7 ટકા વધીને 1702.6 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ગોદરેજ એગ્રોવેટની આવક 1484.8 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પહેલા ક્વાર્ટરમાં ગોદરેજ એગ્રોવેટના એબિટડા 139.3 કરોડ રૂપિયાથી વધીને 142 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં ગોદરેજ એગ્રોવેટના એબિટડા માર્જિન 9.4 ટકાથી ઘટીને 8.3 ટકા રહ્યા છે.


પરીણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા ગોદરેજ એગ્રોવેટના એમડી, બલરામસિંહ યાદવે કહ્યું છે કે આ સિઝનમાં વરસાદ સારો જ થયો છે. વરસાદ બંધ નહી થશે તો પાકને ઘણું નુકશાન થશે. પહેલા છ મહિનામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દરેક કંપનીનું 10 થી 12 ટકા ટોપ લાઇન ગ્રોથ આવશે. ખેતી ઉદ્યોગમાં 60 થી 65 ટકા કામ એપ્રિલથી ઓક્ટોબરમાં હોય છે.


બલરામસિંહ યાદવનું કહેવુ છે કે ડેરીમાં હાલ દૂધની અછત છે. આ નેશનલ લેવલ પર દૂધનો 4 થી 5 ટકા વાર્ષિક ગ્રોથ થશે. ફિડમાં રો મર્ટિરીયલના ભાવ ઘટશે. માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા 9121 કરોડ પર રહી છે. ગયા 5 મહિનામાં શેરમાં 5 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે.