બજાર » સમાચાર » કંપની સમાચાર

ટીસીએસ: શેરમાં 2 ટકનો ઘટાડો જોવા મળ્યો

ના રોજ પ્રકાશિત Thu, 14, 2018 પર 16:49  |  સ્ત્રોત : CNBC-Bajar

ટીસીએસના શેરમાં ગઈકાલની સારી તેજી બાદ આજે નરમાશ જોવા મળી હતી. શેર અંદાજે 2 ટકા જેટલો ઘટીને બંધ થયો હતો. આવતીકાલે કંપનીની મહત્ત્વની બેઠક મળવાની છે. જેમાં કંપની બાયબેકની જાહેરાત કરી શકે છે.


ટીસીએસ અંદાજે 10 હજાર કરોડનું બાયબેક કરે તેવું અનુમાન છે. અને તેમા માટે કંપનીને 1.5 લાખ બીડ આવવાની આશા છે. તો આ વખતે રિટેલ રોકાણકરો તરફથી 1875 કરોડની બીડ આવવાની આશા છે. અને આ બીડમાંથી કંપની અંદાજે 80 ટકા જેટલું બાયબેક કરી શકે છે.