બજાર » સમાચાર » કંપની સમાચાર

5G ટ્રાયલ માર્ચથી શરૂ

ના રોજ પ્રકાશિત Thu, 20, 2020 પર 16:16  |  સ્ત્રોત : CNBC-Bajar

આવતા મહિને એટલે માર્ચથી 5G સેવાઓનું ટ્રાયલ શરૂ થઇ શકે છે. દુરસંચાર વિભાગે ટેલિકોમ કંપનીઓથી 5G સેવાઓના ટ્રાયલની વિગત માગી છે. કંપનીઓને આજે સરકારને જણાવવું પડશે કે કંપનીઓ ટ્રાયલ દરમ્યાન કઇ કઇ 5G સેવાઓ શરૂ કરશે. આ સિવાય ટ્રાયલ દરમ્યાન હાઇ સ્પીડ ઇન્ટરનેટનો ટેસ્ટ પણ થઇ શકે છે. આવતા સપ્તાહે 5G સ્પેક્ટ્રમની ફાળવણી થવાનું શરૂ થઇ જશે. જણાવી દઇએ કે ટ્રાયલ માટે 4 કંપનીઓએ અર્જી કરી છે જેમાં એરટેલ, વોડાફોન, જીયો, BSNL સામેલ છે.