બજાર » સમાચાર » કંપની સમાચાર

ક્ષમતા વિસ્તાર પર ફોક્સ: એસજેવીએન

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 13:53  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં એસજેવીએનનો નફો 20 ટકા ઘટીને 206 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં એસજેવીએનનો નફો 260 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં એસજેવીએનની આવક 12 ટકા ઘટીને 436 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2017 ના ત્રીજા ક્વાર્ટરમાં એસજેવીએનની આવક 495 કરોડ રૂપિયા રહી હતી.

એસજેવીએનના ત્રીજા ક્વાર્ટરમાં નબળા પરિણામ રજુ થયા છે. કંપનીની આવક 12 ટકા ઘટી છે જ્યારે નફો 20 ટકા ઓછો રહ્યો છે. પરિણામ પર વાત કરતા કંપનીના સીએમડી નંદ લાલ શર્માએ કહ્યું કે એસજેવીએન પોતાના ક્ષમતામાં વધારા પર ફોક્સ કરી રહી છે. જલ્દી જ કંપની ભારત અને નેપાલમાં 2 નવા હાઇડ્રો પ્રોજેક્ટ શરૂ કરવાની છે. તેના પર કામ પણ શરૂ થઈ ગયુ છે. કંપની પોતાના વિસ્તાર યોજનાઓ માટે બજારથી પૈસા એકઠા કરશે.