બજાર » સમાચાર » કંપની સમાચાર

બજેટમાં અફોર્ડેબલ હાઉસિંગમાં સુધાર થવાની આશા: શોભા લિમિટેડ

ના રોજ પ્રકાશિત Tue, 07, 2020 પર 13:07  |  સ્ત્રોત : CNBC-Bajar

શોભા લિમિટેડના એમડી, જે સી શર્માનું કહેવુ છે કે ક્વાર્ટર 2 ના નબળા પરિણામ બાદ ક્વાર્ટર 3 માં સારી રિકવરી જોવા મળી શકે છે. આંકડામાં વાર્ષિક ધોરણે સારો ગ્રોથ જોવા મળ્યો છે. ત્રિમાસિક ધોરણે વેચાણ 8 ટકા વધીને રૂપિયા 607 કરોડ પર રહ્યું છે. વાર્ષિક ધોરણે વેચાણ 1.3 ટકા વધીને 607 કરોડ પર રહ્યું છે.


જે સી શર્માના મતે ત્રિમાસિક ધોરણે વોલ્યુમ 3 ટકા વધીને 1.06 msf પર રહ્યું છે. બજેટમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં ગ્રોથ પર નિર્ણયની આશા છે. બજેટમાં અફોર્ડેબલ હાઉસિંગ પર પગલાની આશા છે. કુલ વેચાણ વોલ્યૂમના 77 ટકા બેંગલુરૂનું યોગદાન રહ્યું છે. વર્ષ દર વર્ષ બેંગલુરૂ વેચાણ વોલ્યૂમમાં 2.6 ટકા નો વધારો થયો છે.


જે સી શર્માના મુજબ વર્ષ દર વર્ષ ગુડગાંવ વેચાણ વોલ્યૂમમાં 42 ટકાનો વધારો થયો છે. પુણે, કોચી, ચેન્નઇ, GIFT સિટીના વોલ્યૂ્સમાં ઘટાડો થયો છે. કોઇમ્બતુર અને થ્રીસ્સુર વોલ્યૂમમાં સુધારો જોવા મળ્યો છે. આવનારા ત્રિમાસીકમાં 10.45msfના નવા લૉન્ચિંગનું આયોજન થઇ શકે છે.