બજાર » સમાચાર » કંપની સમાચાર

કંપની સિન્ગલ ડિજીટ ગ્રોથ અચિવ કરશે: ડાબર ઈન્ડિયા

ના રોજ પ્રકાશિત Wed, 06, 2019 પર 13:20  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં ડાબર ઈન્ડિયાનો 7 ટકા વધીને 403 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં ડાબર ઈન્ડિયાનો નફો 376.6 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં ડાબર ઈન્ડિયાની આવક 4.1 ટકા વધીને 2212 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં ડાબર ઈન્ડિયાની આવક 2125 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં ડાબર ઈન્ડિયાના એબિટડા 450.9 ટકાથી વધીને 489.5 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ 2019ના બીજા ક્વાર્ટરમાં ડાબર ઈન્ડિયાના એબિટડા માર્જિન 21.2 ટકાથી વધીને 22.1 ટકા રહી છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચિત કરતા ડાબરના સીએફઓ, લલિત મલીકે કહ્યું છે કે કંપનીની રૂરલ ડિમાન્ડ અર્બન કરતા વધુ રહી છે. કંપનીએ 51000 ગ્રામ્ય વિસ્તારોને કવર કર્યા છે. કંપની સિન્ગલ ડિજીટ ગ્રોથ અચિવ કરશે, ડબલ ડિજીટની શક્યતા નહીં.