બજાર » સમાચાર » કંપની સમાચાર

20 જૂને થશે જીએસટી કાઉન્સિલની પહેલી બેઠક

ના રોજ પ્રકાશિત Tue, 11, 2019 પર 16:40  |  સ્ત્રોત : CNBC-Bajar

નવી સરકાર બન્યા બાદ 20 જૂને જીએસટી કાઉન્સિલની પહેલી બેઠક મળશે. પીએમ મોદીના બીજા કાર્યકાળની પહેલી જીએસટી બેઠક મળશે. જેમાં જીએસટી સ્લેબના રિસ્ટ્રક્ચરિંગ પર ચર્ચા થશે. રાજ્યમાં જીએસટી અપીલેટ ટ્રીબ્યુનલ ગઠનની યોજના છે.


જીએસટી કાઉન્સીલની બેઠકમાં એન્ટી પ્રોફિટીયરિંગ ઓથોરીટીને એક્સટેન્શન મળવાની શક્યતા છે. તો પેઈન્ટ, દારુના કાચા માલ પર મહત્વ નિર્ણય લેવાય એવી શક્યતા છે. પર્સનલ કેર ઈન્ડસ્ટ્રીને પણ જીએસટીમાં રાહત શક્ય છે. જયારે B2B ડીલમાં ઈ-ઈનવોઈસિંગ જરૂરી થઈ શકે છે.