બજાર » સમાચાર » કંપની સમાચાર

બિઝનેસમાં કેપેસિટી વધારવાનો લક્ષ્યાંક: સંધી ઈન્ડસ્ટ્રી

ના રોજ પ્રકાશિત Thu, 28, 2019 પર 13:07  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં સંધી ઈન્ડસ્ટ્રીને 6.2 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં સંધી ઈન્ડસ્ટ્રીનો નફો 2 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં સંધી ઈન્ડસ્ટ્રીની આવક 16.2 ટકાથી ઘટીને 204.7 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં સંધી ઈન્ડસ્ટ્રીની આવક 244.1 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં સંધી ઈન્ડસ્ટ્રીના એબિટડા 32.4 કરોડ રૂપિયાથી વધીને 37 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં સંધી ઈન્ડસ્ટ્રીના એબિટડા માર્જિન 13.3 ટકાથી વધીને 18.1 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા સાંઘી ઇન્ડસ્ટ્રીઝના એક્સિક્યુટિવ ડિરેક્ટર, બિના એન્જિનિયરે કહ્યું છે કે અમારૂ વેચાણ ગુજરાતમાં 80 ટકા છે. અમારૂ વેચાણ 15-16 ટકાનું ગ્રોથ દર વર્ષે થાય છે. દક્ષિણમાં અમારૂ બિઝનેસમાં મામુલી ગ્રોથ જોવા મળી છે. અમારી કેપેસિટી 1.4 મિલિયનની છે. કેપેસિટી વધારવામાં અમારૂ લક્ષ્યાંક છે.