બજાર » સમાચાર » કંપની સમાચાર

નાણાકીય વર્ષ 2019માં સારા ગ્રોથ અને પ્રોફીટની આશા: થોમસ કૂક

ના રોજ પ્રકાશિત Fri, 02, 2018 પર 13:30  |  સ્ત્રોત : CNBC-Bajar

થોમસ કૂકના ઈડી અને સીઈઓ, મહેશ ઐયરનું કહેવુ છે કે અમારી કંપનીમાં ગત વર્ષ ઘટાડો જોવા મળ્યો હતો. આ વર્ષે 8 કરોડ રૂપિયાનો પ્રોફીટ પ્રાપ્ત કર્યો છે. કંપની માટે સારો પ્રોદર્શ છે. અમારી કંપનીમાં કોઇ પણ દેવું બાકી નથી. આજની તારીકમાં અમારી કંપની ડેટ ફ્રિ કંપની છે. કંપનીની રેવેન્યુમાં 15 ટકાનો ગ્રોથ થયો છે. કંપનીમાં પ્રોફીટ 40 ટકાથી વધ્યો છે. ફાઇનાન્શિયલ સર્વિસની આવક 10.4 ટકા વધી રૂપિયા 69.5 કરોડ રહી છે.


મહેશ ઐયરનું કહેવુ છે કે ફાઇનાન્શિયલ સર્વિસની એબિટડા 37.3 ટકા વધીને રૂપિયા 23.1 કરોડ રહી છે. ક્વાર્ટર 3 માં ઓર્ડર બુકમાં 20 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. કંપનીએ ઉનાળાના પ્રોડક્ટને લોન્ચ કર્યા છે. કંપનીને માર્કેટથી સારો પ્રોત્સાહન મળી રહ્યો છે. નાણાકીય વર્ષ 2019માં સારા ગ્રોથ અને પ્રોફીટની આશા છે.