બજાર » સમાચાર » કંપની સમાચાર

નાણકિય વર્ષ 2020 માં સારો પ્રોફીટની આશા: સોનાટા સોફ્ટવેર

ના રોજ પ્રકાશિત Thu, 13, 2019 પર 13:17  |  સ્ત્રોત : CNBC-Bajar

સોનાટા સોફ્ટવેરના સીએફઓ, પ્રસન્ન ઓકેનું કહેવુ છે કે આ ક્વાર્ટર અમારા માટે સારૂ રહ્યું છે. અમારી કુલ આવક 25 ટકા રહી હતી. દરેક ક્ષેત્રમાં અમારી સારી ગ્રોથ થશે. હેલ કંપનીના માર્જિન 24-26 ટકા રહ્યા છે. સ્થાનિક બિઝનેસમાં આવક વધતી-ઘટતી હોય છે. અમારી પાસે પુરતી લિક્વિડિટી છે. અમારી પાઇપલાઇન ઘણી સ્ટ્રોંગ છે. અમારી પાસે ઓફરીંગ છે તે ઘણી મજબૂત છે.


પ્રસન્ન ઓકેનું કહેવુ છે કે અમારી કંપનીમાં સારો ગ્રોથ જોવા મળ્યું છે. વર્ષ દર વર્ષમાં કંપનીમાં 30 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. કંપનીમાં રેવેન્યુમાં વધારો જોવા મળ્યો છે. અમારી કંપનીથી ગ્રાહકોને સારો ફાયદો થશે. દર વર્ષે અમારા કંપનીમાં ગ્રોથ વધશે. કંપનીના માર્જિનમાં વધારો જોવા મળ્યો છે. નાણકિય વર્ષ 2020 માં સારો પ્રોફીટની આશા છે.