બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરમાં પૉઝિટીવ પરિણામની આશા: વાલચંદનગર

ના રોજ પ્રકાશિત Wed, 12, 2019 પર 13:24  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં વાલચંદનગરને 6.34 કરોડ રૂપિયાની ખોટ થઇ હતી. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં વાલચંદનગરને 2.08 કરોડ રૂપિયાનો નફો રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં વાલચંદનગરની આવક 16.8 ટકા ઘટીને 98.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં વાલચંદનગરની આવક 118.2 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં વાલચંદનગરના એબિટડા 27 કરોડ રૂપિયાથી ઘટીને 13 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં વાલચંદનગરના એબિટડા માર્જિન 22.8 ટકાથી ઘટીને 13.9 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા વાલચંદનગરના એમડી એન્ડ સીઈઓ, જી કે પિલ્લઇએ કહ્યું છે કે ડિફેન્સ સેક્ટરમાં પ્રાઇવેટ સેક્ટર્સ આવવા છતા કંઇ ફરક નથી પડ્યો. સરકારે કેપેક્સ પર ખાસ ફોકસ રાખવુ જરૂરી છે. મેક ઇન ઇન્ડિયાને સફળ બનાવી અને પ્રોત્સાહન આપવુ જરૂરી છે. મેન્યુફેકટરિંગ સેક્ટરને વધારો આપવો ઘણો જરૂરી છે.


જી કે પિલ્લઇનું કહેવુ છે કે કંપની શુગર અને સિમેન્ટ બિઝનેસમાં હવે આગળ નહીં વધે. કંપની માટે 2019-2020 નું વર્ષ ઘણુ મહત્વનું રહેશે. આવનારા ક્વાર્ટરમાં કંપનીના પૉઝિટીવ પરિણામની આશા છે. કંપની હવે સ્ટ્રેટજિક અને મેન્યુફેક્ચરિંગમાં જ કાર્યરત રહેશે. ફાઇનાન્સ કોસ્ટ 10-11 ટકા પર રહેશે તો કંપની માટે ફોયદો રહેશે.