બજાર » સમાચાર » કંપની સમાચાર

ઍવરરેડ્ડીના શેરમાં લાગી લોઅર સર્કિટ, જાણો શું છે કારણ?

ના રોજ પ્રકાશિત Mon, 09, 2019 પર 13:41  |  સ્ત્રોત : CNBC-Bajar

ઍવરરેડ્ડીના શૅરમાં સોમવારે 5 ટકાનો લોવર સર્કિટ લાગી. એના પહેલા સમાચાર આવ્યા હતા કે વોરન બફેટની બર્કશાયર હેથવેની માલિકી હક વાળી કંપની ડ્યુરસેલ ઇન્ક ઍવરરેડ્ડીને હસ્તગત કરવાની છે. માનવામાં આવી રહ્યું છે કે આ ડીલ 1600-1700 કરોડ રૂપિયામાં થશે.


સોમવારે બીએસઇ પર ઍવરરેડ્ડીના શૅર 5 ટકાથી ઘટીને 70.50 રૂપિયા પર આવી ગયો છે. એના કરતા સેન્સેક્સમાં 0.37 ટકાની તેજી જોવા મળી છે. ગત એક વર્ષમાં ઍવરરેડ્ડીના શૅરમાં 70 ટકાનો ઘટાડો આવ્યો છે. આ વર્ષ હજી સુધી ઍવરરેડ્ડીના શૅર 60 ટકાથી વધારે ઘટ્યું છે.


ઇકોનોમિક ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ, આ ડીલમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક અને બ્રાન્ડનેમ સમાવેશ છે. આ ડીલ સંપૂર્ણ પણે કૈશમાં થાશે. કંપની પર ઘણાં દેવાનો બોજ છે. આ ડીલ અંતિમ તબક્કામાં છે. ટૂંક સમયમાં એના પર સહી થઈ શકે છે.


રિપોર્ટના અનુસાર, ખૈતન ફેમેલી અને ડ્યુરસેલ વચ્ચે વાતચીત ચાલી રહી છે. એના સાથે એનર્જાઇઝર (યુએસ વેસ્ડ) સાથે પણ વાતચીત ચાલી રહી છે. આ કંપની પાસે યુ.એસ. અને ચીનમાં ઍવરરેડ્ડીનો બ્રાન્ડ છે.