બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ક્વાર્ટરમાં સુધારો જોવા મળશે: ડૉ. લાલ પેથલેબ્સ

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 13:48  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ડૉ. લાલ પેથલેબ્સનો નફો 27.2 ટકા વધીને 45.8 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં ડૉ. લાલ પેથલેબ્સનો નફો 36 કરોડ રૂપિયા રહ્યો હતો. વર્ષના આધાર પર ડૉ. લાલ પેથલેબ્સની અન્ય આવક 7.1 કરોડ રૂપિયાથી વધીને 12.2 કરોડ રૂપિયા રહી છે.


નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ડૉ. લાલ પેથલેબ્સની આવક 11.3 ટકા ઘટીને 292.5 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ત્રીજા ક્વાર્ટરમાં ડૉ. લાલ પેથલેબ્સની આવક 262.7 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ડૉ. લાલ પેથલેબ્સના એબિટડા 56.4 કરોડ રૂપિયાથી વધીને 65.3 કરોડ રૂપિયા થઈ ગયા છે. વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ડૉ. લાલ પેથલેબ્સના એબિટડા માર્જિન 21.5 ટકાથી વધીને 22.3 ટકા થઈ ગયા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા ડૉ. લાલ પેથલેબ્સના સીઈઓ, ઓમ મનચંદાનું કહેવુ છે કે આ ક્વાર્ટરમાં કંપનીની ગ્રોથ 11.3 ટકાની જોવા મળી છે. 9 મહિનામાં કંપનીએ 14 ટકાની ગ્રોથ દેખાડી છે. કંપનીમાં સારો ગ્રોથ જોવા મળ્યો છે. કંપનીના માર્જિનમાં સુધરો દેખાયો છે. નવેમ્બરમાં ગ્રોથમાં થોડુ દબાણ જોવા મળ્યું છે. આવનારા ક્વાર્ટરમાં સુધારો જોવા મળી શકે છે.