બજાર » સમાચાર » કંપની સમાચાર

આવતીકાલે એચયુએલના પરિણામ જાહેર થશે

ના રોજ પ્રકાશિત Thu, 11, 2018 પર 16:43  |  સ્ત્રોત : CNBC-Bajar

આવતીકાલે એફએમસીજી દિગ્ગજ એચયુએલના બીજા ત્રિમાસિકના પરિણામ જાહેર થશે. વર્ષ દર વર્ષ કંપનીનો નફો 1276 કરોડથી વધીને 1452 કરોડ પર રહેવાનું અનુમાન છે. તો આવક 8309થી વધીને 9310 કરોડ રહેવાનું અનુમાન છે.


એચયુએલના એબિટડાની વાત કરીએ તો તે અંદાજે 20 ટકા જેટલી વધી શકે છે. માર્જિનની વાત કરીએ તો તેમાં પણ 1 ટકાનો વધારો જોવા મળી શકે છે. જો કે વોલ્યુમ ગ્રોથ 8 થી 9 ટકાની વચ્ચે રહેવાનું અનુમાન છે.