બજાર » સમાચાર » કંપની સમાચાર

પરિણામો ભરશે માર્કેટમાં જોશ

ના રોજ પ્રકાશિત Mon, 07, 2019 પર 13:21  |  સ્ત્રોત : CNBC-Bajar

બીજા ક્વાર્ટરના પરિણામમાં જે હેવા ખાસ મોટી અપેક્ષા બનતી દેખાય છે, એની વાત કરીશું અને સાથે જ ક્યા સેક્ટર આપણા રડાર ઉપર રહેવા જોઇએ એની વાત કરીશું અને ક્વાર્ટર 2 ના પરિણામોના શિઝનની શુરૂઆત મોટી કંપનીઓને દરેશા બાદ જોઇશું. એમા કઇ કપનીને રડાર ઉપર રાખવું જે કોર્પોરેટ ટેક્સનાં બેનીફીટનો મોકો આપવામાં આવ્યો છે. આગળ જાણકારી લઇશું વિલિયમ ઓનીલના ઈક્વિટી રિસર્ચના હેડ મયુરેશ જોશી અને ટ્રેકોમ સ્ટૉક બ્રોકર્સના પાર્થિવ શાહ પાસેથી.


ઓટો-


વેચાણમાં આવેલા ઘટાડાની અસર દેખાશે. ઓટોમાં આવેલી મંદીથી પરિણામ ખરાબ રહેવાની આશા છે. વાર્ષિક ધોરણે સપ્ટેમ્બરમાં વેચાણ પણ ઘટ્યું છે. ઘણાં વિસ્તારમાં પૂરની સ્થિતિને લીધે ખરીદી અટકી છે. પ્લાન્ટ બંધ રહેવાની પણ અસ ઓટોમાં દેખાશે.


આઈટી-


ટીસીએસ-ઈન્ફોસિસમાં સ્થિર ગ્રોથની આશા છે. હેક્ઝાવેર એમ્ફેસિસિમાં પણ સ્થિર ગ્રોથની આશા છે. અન્ય કંપનીમાં ગ્રોથ સામાન્ય રહેવાની શક્યતા બની શકે છે. દરેક કંપનીના EBIT માર્જિન ઘટી શકે છે. USમાં ખર્ચના માળખામાં વધારો થયો છે. ડિજીટલ બિઝનેસમાં રોકાણમાં વધારો દેખશે. મોટી ડિલમાં ટ્રાન્ઝીશન ખર્ચ વધુ રહેશે. દરેક કંપનીઓના ગાઈડન્સ સુધરી શકે છે. ફાઈનાન્શિયલમાં મંદી ચિંતાનો વિષય બની શકે છે.


બેન્કિંગ સેક્ટર


CASA ડિપોઝિટમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. ટર્મ ડિપોઝીટનો ઘટાડો ક્વાર્ટર 2 માં સંપૂર્ણ ન પણ દેખાય છે. હોલસેલ ફડિંગમાં ઘટેલા વ્યાજ દરથી સમતુલન જળવાશે. લોન ગ્રોથ આ ત્રિમાસિકમાં સામાન્ય રહેશે. ફિક્સ રેટ લોન બૂકના કારણે NIM સ્થિર રહેશે. વિવિધ સેક્ટરમાં કેટલી લોન આપી છે તેના પર ધ્યાન રાખીશું. પ્રોવિઝન્સમાં વધારો જોવા મળી શકે છે.


એફએમસીજી-


કન્ઝ્યુમર સ્ટેપ્લસમાં ગ્રામીણ માગમાં ઘટાડો થયો છે. શહેરી માગ કરતા પણ ગ્રામીણ માગ ઘટી છે. લિક્વિડિટીની અછતની પણ અસર દેખાશે. વિવિધ વિસ્તારમાં આવેલું પૂર પણ પરિણામ બગાડશે. ઓપેરટિંગ પર્ફોર્મન્સ આ વખતે ઘણું નબળું રહેશે. સામુહિક વેચાણમાં 8.4 ટકાનો વધરો નોંધાઈ શકે છે. એબિટડા ગ્રોથ 10.2 ટકા અને પેટમાં 7.4 ગ્રોથ આવી શકે છે.