બજાર » સમાચાર » કંપની સમાચાર

ભારત-22 ETFનો બીજો તબક્કો શરૂ થશે

ના રોજ પ્રકાશિત Wed, 13, 2018 પર 17:14  |  સ્ત્રોત : CNBC-Bajar

ભારત-22 ETFનો બીજો તબક્કો આવતા સપ્તાહથી શરૂ થશે. 19થી 22 જૂન સુધી આવનારા આ ઇશ્યુમાં રોકાણકારો પૈસા લગાવી શકશે. ETF મારફત સરકાર 8400 કરોડ રૂપિયા ઊભા કરશે. 19મી જૂને એન્કર ઇન્વેસ્ટર્સ માટે ઇશ્યુ ખૂલશે. જ્યારે 20થી 22 જૂન વચ્ચે રિટેલ રોકાણકારો પૈસા મૂકી શકશે.


રિટેલ રોકાણકારો માટે નક્કી કરાયેલા ભાવ કરતાં અઢી ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. સરકારી કંપનીઓ ઓએનજીસી, ઈઆઈએલ, એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી ઉપરાંત SUUTIનો હિસ્સો હોય એવી કંપની ITC, L&T અને એક્સિસ બેન્કનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવશે.