બજાર » સમાચાર » કંપની સમાચાર

ટેક્સટાઇલ બિઝનેસમાં 2 વર્ષમાં સુધારો જોવા મળશે: જીએચસીએલ

ના રોજ પ્રકાશિત Thu, 19, 2020 પર 13:14  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં જીએચસીએલનો નફો 4 ટકા ઘટીને 96.9 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં જીએચસીએલનો નફો 100.9 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં જીએચસીએલની રૂપિયામાં આવક 0.8 ટકા ઘટીને 840.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં જીએચસીએલની રૂપિયામાં આવક 847.1 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં જીએચસીએલના એબિટડા 202.8 રૂપિયાથી ઘટીને 174.1 રૂપિયા રહ્યા છે. જ્યારે વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં જીએચસીએલના એબિટ માર્જિન 23.9 ટકાથી ઘટીને 20.7 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા જીએચસીએલના એમડી આરએસ જાલને કહ્યું છે કે સોલારનું બિઝનેસ સારૂ ચાલી રહ્યું છે. હાલ બિઝનેસ બરાબર ચાલશે. ટેક્સટાઇલ બિઝનેસમાં 2 વર્ષમાં સુધારો જોવા મળશે. સોલારમાં નિકાસ ઘણુ ઓછું છે. અમારૂ ઉત્પાદન છેલ્લા વર્ષ કરતા વધારે છે. અમે ડેટમાં ઘણો ઘટાડો કર્યો છે. અમે રોકાણકારોને વચગાળાનું ડિવિડન્ટ પણ આપ્યું છે. અમારૂ ડેટ ઇક્વિટી રેશ્યો સારૂ છે.