બજાર » સમાચાર » કંપની સમાચાર

નાણાકિય વર્ષ 20માં વેલ્યુ ગ્રોથ 14-15% સુધી વધવાની આશા: ડૉ લાલ પેથલેબ્સ

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 13:09  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ડૉ લાલ પેથલેબ્સનો નફો 18.2 ટકા વધીને 47.4 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં ડૉ લાલ પેથલેબ્સનો નફો 40.1 કરોડ રૂપિયા રહ્યો છે.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ડૉ લાલ પેથલેબ્સની આવક 13 ટકા વધીને 301.1 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં ડૉ લાલ પેથલેબ્સની આવક 266.8 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ડૉ લાલ પેથલેબ્સના એબિટડા 64 કરોડ રૂપિયાથી વધીને 66.2 કરોડ રૂપિયા થઈ ગયા છે. વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ડૉ લાલ પેથલેબ્સના એબિટડા માર્જિન 24 ટકા થી ઘટીને 22 ટકા થઈ ગયા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા ડૉ. લાલ પેથલેબ્સના સીએફઓ, વેદ ગોયલે કહ્યું છે કે વોલ્યુમ ગ્રોથમાં વાર્ષિક ધોરણે 12.5 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે. નાણાકિય વર્ષ 2020 માં વેલ્યુ ગ્રોથ 14-15 ટકા સુધી વધવાની આશા છે. પૂર્વિય ક્ષેત્રમાં વોલ્યુમ ગ્રોથ 25 ટકા નોંધાયું છે. કંપનીએ ગયા 2-3 વર્ષ સુધી ભાવ વધારો નથી કર્યો. મોંધવારીને ધ્યાનમાં રાખતા કંપની કિમતોમાં ફેરફાર કરશે. આ ક્વાર્ટરમાં 12.9 ટકાનો ગ્રોથ રહ્યો છે.