બજાર » સમાચાર » કંપની સમાચાર

વોચ અને આઈવેર સેગમેન્ટમાં સારો ગ્રોથ દેખાયો: ટાઈટન

ના રોજ પ્રકાશિત Wed, 06, 2019 પર 10:47  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં ટાઈટનનો 1.8 ટકા વધીને 320.2 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં ટાઈટનનો નફો 314.4 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં ટાઈટનની આવક 0.6 ટકા વધીને 4435 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં ટાઈટનની આવક 4407 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં ટાઈટનના એબિટડા 467.1 ટકાથી વધીને 513.2 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ 2019ના બીજા ક્વાર્ટરમાં ટાઈટનના એબિટડા માર્જિન 10.6 ટકાથી વધીને 11.6 ટકા રહી છે.

ટાઈટનના સીએફઓ સૂબ્રમણ્યન એસ. નું કહેવુ છે કે અત્યારે ઈન્ડસ્ટ્રીમાં બધે જ સ્લો ડાઉન જોવા મળ્યું છે. જ્વેલેરી સેગમેન્ટમાં થોડા સમય માટે સમસ્યા દેખાશે. તહેવારની સિઝનમાં 10% જેટલો ગ્રોથ જોવા મળ્યો. પૂર્વ અને દક્ષિણ ભારતમાં સારો માર્કેટ શેર ગેઈન થયો.


ગયા વર્ષની સરખામણીએ જાહેરાત ખર્ચ થોડો ઓછો રહ્યો છે. ગયા વર્ષની સરખામણીએ જાહેરાત ખર્ચ થોડો ઓછો રહ્યો છે. સેલ્સ પ્રમોશન વધારે કર્યું છે. વોચ અને આઈવેર સેગમેન્ટમાં સારો ગ્રોથ જોવા મળ્યો. આઈવેરમાં ડિસ્કાઉન્ટ વધુ આપવા પડ્યા એટલે માર્જિન પર દબાણ આવ્યું.