બજાર » સમાચાર » કંપની સમાચાર

પેમેન્ટ આવવામાં કોઇ પણ રોક નથી: પીટીસી ઇન્ડિયા

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં પીટીસી ઇન્ડિયાનો નફો 16.3 ટકા ઘટીને 53.9 કરોડ રૂપિયા થઈ ગયો છે.
ના રોજ પ્રકાશિત Wed, 15, 2019 પર 12:55  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં પીટીસી ઇન્ડિયાનો નફો 16.3 ટકા ઘટીને 53.9 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં પીટીસી ઇન્ડિયાનો નફો 64.4 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં પીટીસી ઇન્ડિયાની આવક 22.7 ટકા વધીને 2651.3 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં પીટીસી ઇન્ડિયાની આવક 2161.5 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં પીટીસી ઇન્ડિયાના એબિટડા 93.4 કરોડ રૂપિયાથી ઘટીને 93 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં પીટીસી ઇન્ડિયાના એબિટડા માર્જિન 4.3 ટકા થી ઘટીને 3.5 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા પીટીસી ઇન્ડિયા ફાઈનાન્શિયલ સર્વિસિસના સીએમડી, દીપક અમિતાભે કહ્યું છે કે આ સમયે પાવર ડિમાન્ડથી વધારે છે. નાણા ઓછા રહેવાના કારણે પાવર ડિમાન્ડમાં ઘટાડો થયો છે. ચોથા ક્વાર્ટરમાં કંપનીનું પ્રદર્શન નબળો રહ્યો છે. કંપનીને પેમેન્ટ આવવામાં કોઇ પણ રોક નથી.