ઇક્લર્ક્સના સીએફઓ, રોહિતાશ ગુપ્તાનું કહેવુ છે કે ક્વાર્ટર 4 ના પરિણામ ઉત્સાહજનક, માર્જિનમાં દબાણ જોવા મળ્યું છે. નાણાંકિય વર્ષ 2019માં આ વર્ષ કરતાં વધુ સારી ગ્રોથ જોના મળી શકે છે. ક્વાર્ટર 1 માં કર્મચારીઓ માટે જાહેર કરેલા પગારવધારાથી માર્જિન નરમ રહેશે. માર્જિન ક્વાર્ટર 2 થી સુધરવાની શરૂઆત થઇ જશે.
રોહિતાશ ગુપ્તાનું કહેવુ છે કે ડિજીટલમાં અમે ગ્રોથ પર ફોકસ વધાર્યું છે, ડિમાન્ડ પણ સારી છે. ક્વાર્ટર 4 માં ટોપ - 10 ક્લાયન્ટ્સ અમારી કુલ આવકમાં 67 ટકાનું યોગદાન આપે છે. બાયબૅક અને ડિવિડન્ડ બન્નેનો વિકલ્પ અમારી પાસે રહેલો છે. નફાનો 50 ટકા જેટલો હિસ્સો પે-આઉટમાં ઉપયોગ કરીશું. ક્વાર્ટર 4 માં ડિજીટલ સેગમેન્ટમાં વધારે ગ્રોથ જોવા મળી હતી.
રોહિતાશ ગુપ્તાનું કહેવુ છે કે ડિજીટલ સેગમેન્ટમાં ડિમાન્ડમાં વધારો જોવા મળી રહ્યો છે. ગ્રાહકોની સાથેનો સંપર્ક કંપનીમાં વધારે ડિમાન્ડમાં મદદ નાણાંકિય વર્ષ 2019 માં કરી શકે છે. આવનારા સમયમાં બિપીઓ, બિઝનેસમાં જોવા મળશે. કંપનીમાં પ્રાઇઝમાં થોડું દબાણ જોવા મળ્યું હતું.