બજાર » સમાચાર » કંપની સમાચાર

આગળ સારો ગ્રોથ જોવા મળશે: સિમફોની

ના રોજ પ્રકાશિત Mon, 10, 2019 પર 13:26  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં સિમફોનીનો નફો 89.7 ટકાથી ઘટીને 4 કરોડ રૂપિયા થઇ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં સિમફોનીનો 39 કરોડ રૂપિયાનો નફો રહ્યો હતો. ચોથા ક્વાર્ટરમાં સિમફોનીને 20 કરોડ રૂપિયાનું એકમુશ્ત ખોટ થઇ હતી.


નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં સિમફોનીની આવક 32.8 ટકા વધીને 235 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં સિમફોનીની આવક 177 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં સિમફોનીના એબિટડા 50 કરોડ રૂપિયાથી ઘટીને 29 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં સિમફોનીના એબિટડા માર્જિન 28.3 ટકા થી ઘટીને 12.3 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા સિમ્ફનીના સીઈઓ, વિજય જોશીએ જણાવ્યું છે કે આ સમર ઈન્ડસ્ટ્રી માટે સારૂ રહ્યું છે. કુલર સેક્ટરમાં વેચાણ ગ્રોથ આવી શકે છે. પહેલાના સમર સિઝન ઈન્ડસ્ટ્રી માટે સામાન્ય હતા. માર્કેટના સેન્ટીમેન્ટ નબળા હતા. સિમ્ફનીના ભાવમાં ઘટાડો નથી થયો. પરંતુ અમે કન્ઝ્યુ્મર્સને ડિસ્કાઉન્ટ આપતા રહીયે છે.


વિજય જોશીનું કહેવુ છે કે અમારી પ્રાઇસિંગ પોલિસી સ્થિર રહે છે. અમારુ નિકાસમાં 15 ટકા યોગદાન છે. હાલ અમારૂ નિકાસ સ્થિર છે. ભવિષ્યમાં અમારા નિકાસમાં ગ્રોથ જોવા મળશે. વન ટાઇમ લોસ રૂપિયા 20 કરોડ પર રહ્યું છે. માર્જિન પ્રોડક્ટ મિક્સના કારણે દેખાય છે.