બજાર » સમાચાર » કંપની સમાચાર

25-31 માર્ચની વચ્ચે બુક કરાયેલ ટિકિટ 1 વર્ષ સુધી કરી શકાય ઉપયોગ: Spicejet

ના રોજ પ્રકાશિત Wed, 25, 2020 પર 16:47  |  સ્ત્રોત : CNBC-Bajar

દેશમાં કોરોના વાયરસથી આક્રોશ ફેલાયો છે. શું રેલ, વિમાન, ક્યા બસ બધાના ટયર જામી ગયા છે. વિમાન સેક્ટરમાં સરકારે આંતરરાષ્ટ્રીય, ઘરેલૂ વિમાનો પર પ્રતિબંધ મૂક્યો છે. આવી સ્થિતિમાં એર લાઇન્સએ મંગલાવરને કહ્યું કે, 25-31 માર્ચની યાત્રા માટે બુક કરાયેલ ટિકિટ આપમેળે રદ થઈ જશે. આ ટિકિટના પૈસાથી યાત્રી એક વર્ષમાં ગમે ત્યારે ટિકિટ બુક કરાવી શકશે.


કેન્દ્ર સરકારે ઘોષણા કરી હતી કે 25 માર્ચથી 31 માર્ચ દરમિયાન કોઈ ઘરેલુ ફ્લાઇટ્સ નહીં ચાલે. તેના એક દિવસ બાદ એરલાઇને તેની જાહેરાત કરી હતી.


સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને 29 માર્ચ સુધીમાં રદ કરી દીધી હતી. સ્પાઇસ જેટ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 25 થી 31 માર્ચની વચ્ચે ટિકિટ બુક કરાવનારા હતા, તે યાત્રીએની ટિકિટ આપમેળે રદ થઈ જશે. તે યાત્રી આ જ પૈસાથી જર્ની ડેટથી લઇને એક વર્ષમાં ક્યારે ક યાત્રા કરવા માંટે ટિકિટ બુક કરાવી શકે છે.


જો કે, હવે બધી ફ્લાઇટ્સ 21 દિવસ માટે રદ કરવામાં આવી છે. ગઈકાલે પીએમ મોદીએ આખા દેશને 14 એપ્રિલ સુધી લોકડાઉન કરવાની ઘોષણા કરી છે. આવામાં બધી સેવાઓ 14 એપ્રિલ સુધી બંધ રહેશે.


કોરોના વાયરસને કારણે અત્યાર સુધી ભારતમાં 562 કેસ સામે આવી ગયા છે. જે માંથી 10 લોકોનાં મોત થઇ ગઇ છે.