બજાર » સમાચાર » કંપની સમાચાર

આજનો સુપર સ્ટાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

ના રોજ પ્રકાશિત Thu, 12, 2018 પર 16:42  |  સ્ત્રોત : CNBC-Bajar

આજે બજારનો સ્ટાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે. બજારની તેજીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો સૌથી મોટો યોગદાન છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 100 અબજ ડૉલરની કંપની બની ગઇ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ અંદાજે 7 લાખ કરોડ રૂપિયા નજીક પહોંચી ગયું છે.


AGM બાદ સતત બ્રોકરેજ હાઉસનો ભરોસો વધતો જઇ રહ્યો છે. ગોલ્ડમેન સૈક્સે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર ખરીદારીની સલાહ આપી છે અને લક્ષ્ય 1340 રૂપિયાનો રાખ્યો છે.


જ્યારે ક્રેડિટ સુઇસે આઉટપર્ફોમનું રેટિંગ સાથે 1180 રૂપિયાનો લક્ષ્ય રાખ્યો છે. આ સાથે સીએલએસએએ ખરીદારીના રેટિંગ સાથે 1230 રૂપિયાનો લક્ષ્ય રાખ્યો છે જ્યારે મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટ રેટિંગ સાથે 1241 રૂપિયાનો લક્ષ્ય રાખ્યો છે.