બજાર » સમાચાર » કંપની સમાચાર

વકરાંગીમાં આજે 5 ટકાનો ઉછાળા નોંધાયો

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 16:54  |  સ્ત્રોત : CNBC-Bajar

ઇન્ડિયન ટેક્નોલોજી કંપની વકરાંગીમાં આજે 5 ટકાની આસપાસના ઉછાળા સાથે કારોબાર થતો જોવા મળ્યો. કંપનીના બોર્ડ દ્વારા કેપિટલ એલોકેશન પોલિસીને મંજૂરી મળી ચૂકી છે. જેને પગલે સ્ટોકમાં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળ્યો.


કંપનીના બોર્ડ દ્વારા શૅર બાયબેક માટે રૂપિયા 1000 કરોડ ફાળવવાની મંજૂરી આપવામાં આવી. અને બોર્ડે રૂપિયા 1,372 કરોડના રોકાણને મંજૂરી આપી છે. સાથે જ નજીકના ભવિષ્યમાં ઋણ ભેગુ કરવાનો કંપનીનો કોઇ પ્લાન નથી.