બજાર » સમાચાર » કંપની સમાચાર

ટીવીએસ મોટર્સ: અનુમાનથી નબળા પરિણામ રહ્યા

ના રોજ પ્રકાશિત Thu, 17, 2018 પર 16:51  |  સ્ત્રોત : CNBC-Bajar

ટીવીએસ મોટર્સમાં આજે ફરી ઘટાડો જોવા મળ્યો હતો. ગઈ કાલે અનુમાનથી નબળા પરિણામ બાદ કૉન્કોલમાં મૅનેજમેન્ટ દ્વારા ગાઇડન્સથી નિરાશા મળી છે. મૅનેજમેન્ટે બે આંકડામાં ગ્રોથ ક્યારે મેળવી શકાશે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી.


આ સાથે જ મૅનેજમેન્ટે કાચામાલના ભાવમાં વધારાની નેગેટિવ અસર અંગે પણ ચેતવણી આપી છે. વેચાણ વધારવા ડીલરને વધુ માર્જિન આપતાં કંપનીની પ્રતિબાઇક આવક પર નેગેટિવ અસર થઈ છે. એક્સિસ કેપિટલના મતે BS-6 અને સુરક્ષાના નિયમોને જોતાં ખર્ચનું દબાણ કંપની પર જળવાશે. ક્રેડિટ સુઇસે પણ કહ્યું છે કે મૅનેજમેન્ટે ગાઇડન્સ ન આપ્યું એ મોટું નેગેટિવ છે.