બજાર » સમાચાર » કંપની સમાચાર

બે નવા પ્રોડક્ટ લોન્ચ કરશે: પરાગ મિલ્ક

ના રોજ પ્રકાશિત Fri, 11, 2019 પર 13:41  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં પરાગ મિલ્કનો નફો 94.5 ટકા વધીને 29.9 કરોડ રૂપિયાનો થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં પરાગ મિલ્કનો 12.8 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં પરાગ મિલ્કની આવક 6.7 ટકા વધીને 504.5 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં પરાગ મિલ્કની આવક 473 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર જૂલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પરાગ મિલ્કના એબિટડા 34 કરોડ રૂપિયા વધીને 50 કરોડ રૂપિયા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં પરાગ મિલ્કના એબિટડા માર્જિન 7.1 ટકાથી વધીને 9.9 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા પરાગ મિલ્ક ફુડ્સના ચેરમેન દેવેન્દ્ર શાહનું કહેવુ છે કે પરાગ મિલ્ક ગુલાબ જાબું અને રસગુલ્લા લોન્ચ કરશે. ભારતીય મિઠાઈ કેટેગરીમાં પ્રવેશ ક્યો જેનુ માર્કેટ સાઈઝ રૂપિયા 7,000-8000 કરોડની છે. નવા પ્રોડક્ટનો ભાગ નાણાકિય વર્ષ 2018ના રેવેન્યુમાં બે તૃતિયાંશ રહ્યો છે.


ચેરમેન દેવેન્દ્ર શાહનું કહેવુ છે કે કંપની વીએપી કેટેગરી મજબૂત કરવાનુ વિચારી રહી છે. ભવિષ્યમાં કંપની મૈસુર પાક, સાહી ગુલાબ જાબું જેવા પ્રોડક્ટ પણ લોન્ચ કરશે. હાલમાં ગુલાબ જાબું અને રસગુલ્લાની પેકેટ સાઈઝ રૂપિયા 190 પ્રતિ કિલોની છે. સમગ્ર ભારતમાં નવા પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કર્યા છે.