બજાર » સમાચાર » કંપની સમાચાર

SpiceJetની ફ્લાઇટમાં મુસાફરી કરતા બે મુસાફરો આવ્યા Corona પોઝિટિવ

ના રોજ પ્રકાશિત Thu, 28, 2020 પર 11:49  |  સ્ત્રોત : Moneycontrol.com

લોકડાઉન-4 માં ટ્રેન અને ફ્લાઇટ સર્વિસ શરૂ કરવામાં આવી છે. હવે તેમાં મુસાફરોની કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવવાના શરૂ થઇ ગયા છે. સ્પાઇસ જેટની અમદાવાદથી દિલ્હી જવા માટે ગુવાહાટી તરફ જવા વાળી ફ્લાઇટમાં બે મુસાફર કોરોના સંક્રમિત મળી આવ્યા છે.


બન્ને મુસાફરો સ્પાઈસ જેટની SG-8194 (અમદાવાદ-દિલ્હી) અને SG-8152 (દિલ્હી-ગુવાહાટી) સુધીની મુસાફરી કરી હતી. બન્ને મુસાફરોના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ શરૂ કરી દેવામાં આવી છે.


એરલાઇન્સનું કહેવું છે કે ગુવાહાટી પહોંચ્યા બાદ મુસાફરોની તપાસ કરવામાં આવી ત્યારે મામલો થાળી ગયો હતો. આને ક્વોરેટીન કરવામાં આવ્યો છે. તેમજ પાઇલટ અને ક્રૂ મેમ્બર્સને પણ ક્વોરેટીન કરવામાં આવી છે. હાલમાં સ્પાઇસ જેટ સરકારી એજન્સીઓ સાથે તે લોકોને સૂચિત કરી રહ્યા છે જેમણે તેમની સાથે મુસાફરી કરી હતી.


આ પહેલા મંગળવારે ઈન્ડિગોએ કહ્યું હતું કે 25 મેની સાંજે તેમની ચેન્નાઈથી કોઈમ્બતુરના ફ્લાઇટમાં જઇ રહેલી એક મુસાફર કોરોના વાયરસથી સંક્રમિત મલી આવી હતી.


એર ઈન્ડિયાના વિમાનમાં મુસાફરી કરનાર વ્યક્તિ પણ કોરોના વાયરસ પૉઝિટીવ મળી આવ્યા હતા. એર ઈન્ડિયા વતી કહેવામાં આવ્યું હતું કે બુધવારે દિલ્હી-લુધિયાણા AI9I837 ફ્લાઇટમાં મુસાફરી કરતા એક મુસાફરમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. પાયલોટ સહીત 41 લોકોને ક્વોરેટીન કરવામાં આવ્યા હતા.


બતાવી દઇએ કે 25 મી મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવી છે. કોલકાતામાં 28 મેથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ થશે. માર્ગદર્શિકાનું પાલન કરતા ફ્લાઇટ્સનું આવર જવર થઇ રહ્યું છે. પરંતુ કોરોના પોઝિટિવ કેસ સામે આવતાં મુસાફરોની ચિંતા વધી ગઈ છે.