બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનાર ત્રિમાસિકમાં વોલ્યુમ ગ્રોથ સારા થશે: ગોદરેજ કન્ઝયુમર

ના રોજ પ્રકાશિત Fri, 09, 2019 પર 13:34  |  સ્ત્રોત : CNBC-Bajar

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના ફાઇનાન્સ હેડ સમીર શાહનું કહેવુ છે કે આ ત્રિમાસિકમાં ભારતીય બજારમાં ગ્રોથ દેખાઈ રહ્યો છે. ગત ત્રિમાસિક કરતાં આ વર્ષે 5% ગ્રોથ થયો છે. ઈન્ડોનેશિયા બિઝનેસમાં અમારો ગ્રોથ ઓછો રહ્યો છે. ગત વર્ષે ભારતીય માર્કેટમાં અમારો વોલ્યુમ ગ્રોથ 7% હતો. આવનાર વર્ષમાં અમે નવા પ્રોડક્ટ લોન્ચ કરવાના છીએ. અમારા વેચાણમાં પણ વધારો થશે. આવનાર ત્રિમાસિકમાં વોલ્યુમ ગ્રોથ સારા થશે.

સમીર શાહના મતે જંતુનાશક દવાઓના પ્રોડક્ટમાં અમારો ગ્રોથ બે વર્ષ પ્રમાણે 7% રહ્યો છે. એપ્રિલ-મેમાં જંતુનાશક દવાઓના પ્રોડક્ટનું વેચાણ ઓછું રહ્યું. જૂન અને જુલાઈમાં વરસાદને કારણે ગ્રોથ સારો રહ્યો. અમે અમારી પોતાની ઇન્સેન્સ સ્ટિક બનાવી છે. આશા છે ઇન્સેન્સ સ્ટિકના કારણે ગ્રોથમાં વધારો જોવા મળશે.

સમીર શાહનું માનવુ છે કે આફ્રિકામાં અમારો બિઝનેસ ઘણો ઓછો છે. આશા છે કે આવનાર ત્રણ-છ મહિનામાં બિઝનેસ પાટા પર આવશે. સાઉથ આફ્રિકામાં અમારો બિઝનેસ વધે તેવી આશા છે. ગત ત્રિમાસિકમાં નફો ઓછો થયો હતો. આવનાર સમયમા નફામાં વધારો જોવા મળશે. UKનો બિઝનેસ ગત ત્રિમાસીકમાં અમે બંધ કરી દીધો હતો. તે કેટેગરી અને ભૌગોલિક દૃષ્ટિએ નોન-કોર બિઝનેસ હતો.

સમીર શાહના મુજબ આ વર્ષે સેલ્સમાં 10-12%ની બ્રોડર રેન્જ રહેશે. આ વર્ષે ઘણા નવા પ્રોડક્ટ્સ લોન્ચ કરવાના છે. ઘણી બ્રાન્ડ્સ પર ઓવર ઇન્વેસ્ટ પણ કરવાના છીએ. ભારતીય બજારોમાં ગ્રોથ ગત વર્ષ કરતા સારો રહ્યો છે. વોલ્યૂમ ગ્રોથને કારણે વેલ્યૂ ગ્રોથમાં વધારો થશે. ઇન્ડોનેશિયમાં પણ સારો બિઝનેસ રહ્યો છે. આફ્રિકા બિઝનેસમાં થોડા સમય માટે સેલ્સમાં પડકાર રહેશે. સાઉથ અમેરિકાના બિઝનેસમાં ટર્ન અરાઉન્ડ જોવા મળ્યો, જે યથાવત્ રહેશે.

સમીર શાહનું કહેવુ છે કે પ્રાઇસિંગએ કૉમોડિટી પર પણ આધાર રાખે છે. ક્રૂડ અને પામ ઓઇલમાં નરમાશથી કૉમોડિટી બજારમાં કિંમતો નબળી છે. આ ત્રિમાસિકના પરિણામમાં પકિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. આવનાર સમયમાં કન્ઝ્યુમર્સને રિટેન કરીને અપગ્રેડ કરીશું.