બજાર » સમાચાર » કંપની સમાચાર

ક્વાર્ટર 3 માં વોલ્યૂમ ગ્રોથમાં વધારો થશે: ટીસીઆઈ એક્સપ્રેસ

ના રોજ પ્રકાશિત Tue, 05, 2019 પર 13:17  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં ટીસીઆઈ એક્સપ્રેસનો નફો 60.1 ટકા વધીને 26.1 કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ટીસીઆઈ એક્સપ્રેસનો નફો 16.3 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં ટીસીઆઈ એક્સપ્રેસની આવક 9.0 ટકા વધીને 248 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ટીસીઆઈ એક્સપ્રેસની આવક 269.5 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં ટીસીઆઈ એક્સપ્રેસના એબિટડા 27.3 કરોડ રૂપિયાથી વધીને 30.68 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં ટીસીઆઈ એક્સપ્રેસના એબિટડા માર્જિન 11.0 ટકાથી વધીને 11.4 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચિત કરતા ટીસીએસ એક્સપ્રેસના એમડી, ચંદર અગ્રવાલે કહ્યું છે કે ક્વાર્ટર 3 માં વોલ્યૂમ ગ્રોથ અને પ્રોફિટેબિલિટીમાં વધારો થશે. અમારી કંપનીમાં ગ્રોથમાં વધારો દેખાયો છે. ગ્રાહકોથી ડિમાન્ડમાં વધારો થવા લાગ્યો છે. ક્વાર્ટર 2 માં ડિમાન્ડમાં સામાન્ય હતા. આવનારા સમયમાં ડિમાન્ડમાં 12 ટકા સુધીને વધારો જોવા મળી શકે છે. આ વર્ષે કંપનીનું બજેટ 80 કરોડ રૂપિયાનું છે. નવા પ્લાન ખોલવા માટેનો પહેલા જ 20 કરોડ રૂપિયા ખર્ચ કર્ચા છે.