બજાર » સમાચાર » કંપની સમાચાર

વોરન બફેટના Berkshire Hathawayએ લગભગ 400 કરોડ ડૉલરના એરલાઇન શેર વેચ્યા

ના રોજ પ્રકાશિત Mon, 06, 2020 પર 11:04  |  સ્ત્રોત : CNBC-Bajar

અરબપતિ રોકાણકાર વોરેન બફેટની કંપની Berkshire Hathawayએ ડેલ્ટા એરલાઇન્સના 31.4 કરોડ ડૉલરના શૅર વેચ્યા છે. Berkshire સાઉથ વેસ્ટ એરલાઇન્સમાં પણ લગભગ 4 ટકા હિસ્સો વેચ્યો છે. આ માહિતી યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનનાતરફથી આપેલા ગણ વિવરણ પર આધારિત છે.


Berkshire Hathawayએ 11 અને 12 માર્ચે પણ ડેલ્ટા એરલાઇન્સના 13 કરોડ શૅર (લગભગ 18 ટકા હિસ્સો) વેચ્યો હતો. આ વેચાણ 22.96-26.04 પ્રતિ શૅરના ભાવ વચ્ચે થયું હતું.


તમને જણાવીએ કે ડેલ્ટા એરલાઇન્સે જાહેરાત કરી હતી કે તે નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં તેની આવકમાં 90 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે. ડેલ્ટાની આ જાહેરાત પછી જ Berkshire Hathawayએ ડેલ્ટા શેરના વેચાણના સમાચાર આવ્યા છે.


નોંધપાત્ર છે કે 27 ફેબ્રુઆરીએ બફેટની કંપનીએ 46.60 ડૉલર પ્રતિ શૅરના ભાવ પર ડેલ્ટા એરના લગભગ 1 કરોડ શેર ખદ્યા છે. જેના પરિણામ સ્વસૂપ ડેલ્ટામાં Berkshire Hathawayનું હોલ્ડિંગ લગભગ 7.19 કરોડ શેર એટલે કે લગભગ 11.2 ટકા થઇ ગઇ છે.


એ શિવાય Berkshire Hathawayએ સાઇથ વેસ્ટ એરલાઇનને પણ લગભગ 7.4 કરોડ ડૉલરના કુલ 23 લાખ શૅર વેચ્યા છે.


નોંધપાત્ર છે કે Covid-19 નો સૈથી ઘાતક હુમલો એરલાઇન્સ ઇન્ડસ્ટ્રીઝ પર જ થયો છે. દુનિયાભરની ઘણી એરલાઇન્સ કંપનીઓએ આખા દુનિયામાં ચાલી રહેલા લોકડાઉનને કારણે તેમનું સંચાલન બંધ કરી દીધું છે.


ભારતમાં પણ પીએમ મોદીએ 24 માર્ચે કરેલી ઘોષણા 21 દિવસના લોકડાઉન પછી 650 થી વધુ કમર્શિયલ અને પ્રાઇવેટ જેટ જમીન પર ઉભા રહ્યા છે.


રેટિંગ એજન્સી ICRA અનુસાર કોરોના વાયરસએ એવિએશન ઇન્ડસ્ટ્રીઝ માટે આકાશને અસ્પષ્ટ કર્યું છે. ICRA એ ઇન્ડિયન એવિએશન ઇન્ડસ્ટ્રીઝના આઉટલુકને નેગેટિવ બનાવ્યો છે.