બજાર » સમાચાર » કંપની સમાચાર

આવનારા ત્રિમાસીક સુધીમાં દેવુ ચુક્વશું: જૈન ઈરીગેશન

ના રોજ પ્રકાશિત Fri, 15, 2019 પર 13:13  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં જૈન ઈરીગેશનને 133.6 કરોડ રૂપિયાની ખોટ થઇ છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં જૈન ઈરીગેશનનો નફો 21.4 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં જૈન ઈરીગેશનની આવક 24.4 ટકા ઘટીને 1388.3 કરોડ રહી છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં જૈન ઈરીગેશનની આવક 1895 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં જૈન ઈરીગેશનના એબિટડા 258.3 કરોડ રૂપિયાથી ઘટીને 80 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં જૈન ઈરીગેશનના એબિટડા માર્જિન 13.6 ટકાથી ઘટીને 5.8 ટકા રહ્યા છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા જૈન ઇરિગેશનના VC અને MD, અનિલ જૈને કહ્યું છે કે લિક્વિડિટીમાં હાલ સુધાર દેખાઇ રહ્યો છે. કંપનીના બિઝનેસ મોડેલમાં ફેરફાર કરી રહ્યા છીએ. જો દેવુ ઓછુ થાય તે આવકમાં સારો ગ્રોથ જોવા મળશે. આવનારા ત્રિમાસીક સુધીમાં રૂપિયા 3000 કરોડનું દેવુ ચુક્વશું. કંપનીની ઓર્ડર બુક રૂપિયા 4300 કરોડની નજૂક છે.