બજાર » સમાચાર » આજનો વેપાર

ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

ના રોજ પ્રકાશિત Wed, 14, 2018 પર 08:34  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ગેલ -
અનુમાન કરતાં નરમ આંકડા. આવકમાં 16%નો ઉછાળો, પણ નફો અને માર્જિન અનુમાનથી નરમ. ગેસ ટ્રાન્સમિશન વોલ્યુમ જોકે અનુમાનથી વધુ. મોતીલાલ ઓસવાલ સિક્યોરિટીઝ દ્વારા વેચવાલીની સલાહ યથાવત, લક્ષ્યાંક રૂપિયા 381 છે.

ફોર્ટિસ હેલ્થકેર -
સિંગાપુર લિસ્ટેડ RHT ને ખરીદશે કંપની. રેલીગેર હેલ્થ ટ્રસ્ટનું વેલ્યુએશન રૂપિયા 4,650 કરોડ છે. 28 ફેબ્રુઆરીએ ક્વાર્ટર 3 ના પરિણામ જાહેર કરશે. બોર્ડે સિંહ બ્રધર્સનું રાજીનામું મંજૂર કર્યું.

બ્રિટાનિયા -
અનુમાન મુજબ પરિણામ જાહેર કર્યા. 9-11%ના અનુમાન સામે વોલ્યુમ ગ્રોથ 13% પર છે. નફો, આવક અને માર્જિન પણ ધારણા પ્રમાણે છે. બીઓએફએ એમએલ દ્વારા ખરીદીની સલાહ યથાવત, રૂપિયા 5500 લક્ષ્યાંક છે. યુબીએસ દ્વારા પણ ખરીદીની સલાહ યથાવત, રૂપિયા 5550 લક્ષ્યાંક છે.

મધરસન સુમી -
મિશ્ર પરિણામ, અનુમાન કરતાં થોડા નીચે છે. આવક સારી, પણ મોંઘા કાચામાલને લીધે માર્જિન પર ફટકો. સબ્સિડિયરીના પરફોર્મન્સમાં મજબૂત રૂપિયાની નેગેટિવ અસર છે.

ઇન્ડોકો રેમેડીઝ -
ગોવા પ્લાન્ટના યુનિટ-1ને યુએસએફડીએ તરફથી ફોર્મ-483 ઇશ્યુ કરાયું. મૅન્યુફેક્ચરિંગના ઇલેક્ટ્રોનિક રેકૉર્ડ્સ જાળવવામાં કંપની નિષ્ફળ. લેબ ડેટા પૂરતા નહીં. કુલ સાત આપત્તિ આ ફોર્મ-483માં જાહેર કરાઈ છે.

એબોટ -
સ્ટેન્ટ્સના ભાવમાં એનપીપીએ દ્વારા વધારો કરવામાં આવ્યો. મેટલ સ્ટેન્ટ્સના ભાવ રૂપિયા 7400 થી વધારી રૂપિયા 7660 કરાયો. દવા સાથેના સ્ટેન્ટ્સનો ભાવ રૂપિયા 27,890થી વધારી રૂપિયા 30,180 કરાયો. અબૉટ જેવી કંપનીઓના સ્ટેન્ટ્સની ડિમાન્ડ પર અસર થઈ શકે છે.

V માર્ટ રિટેલ -
ગયા વર્ષના ઊંચા બેઝને લીધે સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ ફ્લેટ રહી. નફો 28% વધ્યો, આવકમાં પણ 12% જેટલો ઉછાળો. કંપનીએ 10-12%ની સેમ સ્ટોર સેલ્સ ગ્રોથનું ગાઇડન્સ જાળવી રાખ્યું.

આઈઓએલ કેમિકલ્સ & ફાર્મા -
કંપનીની આવકમાં 43.7%નો વધારો થયો, વધીને રૂપિયા 262.7 કરોડ. કંપનીનો નફો પણ રૂપિયા 1 કરોડથી વધી રૂપિયા 8.8 કરોડ થયો.

એસ્ટ્રાઝેનેકા -
XIGDUOA XR ટેબ્લેટ્સના કમર્શિયલ લૉન્ચના કામકાજની શરૂઆત કરી. કુલ 61 રાષ્ટ્રોમાં આ દવાની મંજૂરી કંપનીએ મેળવી લીધી છે. ટાઇપ-2 ડાયાબિટીસના ઇલાજ માટે આ દવાનો ઉપયોગ થાય છે.

નાટ્કો/ડૉ રેડ્ડીઝ -
સૅન્ડોઝ-મોમેન્ટાને કોપેક્ઝોન જેનરિક માટે મંજૂરી મળી. નાટ્કો-માયલનની ભાગીદારી બાદ બીજા જોઇન્ટ વેન્ચરને મળી મંજૂરી. આ દવાની માર્કેટ સાઇઝ $3 Bnથી ઘટીને $1.2 Bn થઈ ગઈ છે. ડૉ રેડ્ડીઝ દવાની મંજૂરી માટે રાહ જોઈ રહી છે, આ વર્ષે મળી શકે.