બજાર » સમાચાર » કંપની સમાચાર

5 લાખનું ઓર્ડર મળવાને કારણે આવકમાં સુધરશે: ડિક્સન ટેક્નૉલોજીસ

ના રોજ પ્રકાશિત Wed, 11, 2020 પર 13:17  |  સ્ત્રોત : CNBC-Bajar

નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ડિક્સન ટેક્નૉલોજીસનો નફો 49.1 ટકા વધીને 26.3 કરોડ રૂપિયા થઇ ગયો છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ડિક્સન ટેક્નૉલોજીસનો નફો 17.6 કરોડ રૂપિયા રહ્યો હતો.


નાણાકીય વર્ષ 2020 ના ત્રીજા ક્વાર્ટરમાં ડિક્સન ટેક્નૉલોજીસની આવક 25.2 ટકા વધીને 994 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ત્રીજા ક્વાર્ટરમાં ડિક્સન ટેક્નૉલોજીસની આવક 794 કરોડ રૂપિયા રહી હતી.


વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ડિક્સન ટેક્નૉલોજીસના એબિટડા 39 કરોડ રૂપિયાથી વધીને 51.5 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ 2019ના ત્રીજા ક્વાર્ટરમાં ડિક્સન ટેક્નૉલોજીસના એબિટડા માર્જિન 4.9 ટકાથી વધીને 5.2 ટકા રહી છે.


પરિણામ પર સીએનબીસી-બજાર સાથે વાતચીત કરતા ડિક્સન ટેક્નૉલોજીસના સીએફઓ, સૌરભ ગુપ્તાએ કહ્યું છે કે કોરોના વાયરસના કારણે ઉત્પાદનમાં 4-5 ટકા નો ઘટાડો આવી શકે છે. ચીનમાં હવે સ્થિતી સુધરે છે એટલે વધારે નુકશાન નહીં થાય. ટીવી અને વોશિંગ મનીનના ઉત્પાદનમાં મામુલી નરમાશ આવશે. હાસ સ્થિતી સામાન્ય દેખાઇ રહી છે, ઓર્ડબુક પણ સારી છે. 5 લાખનું ઓર્ડર મળવાને કારણે આવકમાં સુધરો થશે. આવકમાં 20-25 ટકાનો ગ્રોથ જોવા મળશે.