બજાર » સમાચાર » કંપની સમાચાર

Xiaomiનો સ્માર્ટફોન Redmi9 Prime ભારતમાં લોન્ચ, જાણો ભાવ અને ફીચર્સ

ના રોજ પ્રકાશિત Tue, 04, 2020 પર 16:44  |  સ્ત્રોત : Moneycontrol.com

ચીની સ્માર્ટફોન ઉત્પાદક કંપની Xiaomiને તમામ લીક્સ પછી અંતમાં મંગળવારે Redmi 9 primeએ ભારતમાં લોન્ચ કર્યું છે. Redmi 9 primeની સેલ ભારતમાં ઑનલાઇન સ્ટોર Amazonના માધ્યમ થી 6 ઓગસ્ટથી શરૂ થશે, જે prime Day 2020 saleનો ભાગ હશે. આ સિવાય જલ્દી તે mi.com, Mi Homes સ્ટોર્સ અને Xiaomiના રિટેલ પાર્ટનર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સ્માર્ટફોનમાં મીડિયાટેક પ્રોસેસર સાથે 5,020 એમએએચની બેટરી આપી છે. આ સિવાય આ સ્માર્ટફોનમાં 4 કેમેરા પણ મળ્યા છે.


તમને જણાવી દઈએ કે કંપનીએ આ પહેલા Redmi note 9 ભારતીય બજારમાં લોન્ચ કરી હતી. આ ફોન વોટરડ્રોપ-સ્ટાઇલ નૉચ ડિસ્પ્લે અને મીડિયાટેક હેલિઓ G80 પ્રોસેસરથી લેસ છે . રેડમી 9 પ્રાઈમ સ્માર્ટફોન ક્વાડ રીઅર કેમેરા સેટઅપથી પણ લેસ છે, જેમાં અલ્ટ્રા-વાઇડ-એંગલ શૂટર શામેલ છે. ડ્યુઅલ સિમ (નેનો) રેડમી 9 પ્રાઈમ ફોન, Android 10 આધારિત MIUI 11 પર કામ કરશે. તેમાં 6.53-ઇંચની ફુલ-HD+IPS ડિસ્પ્લે સાથે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3 પ્રોટેક્શન છે. ફોન ઑક્ટા-કોર મીડિયાટેક હેલિઓ G80 ઑક્ટા-કોર પ્રોસેસરથી લેસ છે, જેમાં 4 GB DDR4x Ram આપ્યું છે.


આ મુખ્ય ફીચર્સ


આ સિવાય પ્રમુખ સ્પેસિફિકેશનની વાત કરે તો Redmi 9 prime સ્માર્ટફોનમાં રીયર માઉન્ટ ફિંગરપ્રિન્ટ સેન્સર, 18 વોટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને ઇન્ફ્રારેડ (IR) બ્લાસ્ટર શામેલ છે. આ ફોન ચાર કલર ઓપ્શનમાં ખરીદી માટે ઉપલબ્ધ રહેશે. આ રેડમી ફોનમાં 128 GB સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં Bluetooth 5.0, Wifi Direct, FM Radio, NFC, GPS, AGPS અને ઇન્ફ્રારેડ સેન્સર છે.


Redmi 9 Primeની કિમત


Redmi 9 Primeના 4 GB Ram અને 64 GB સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 9,999 રૂપિયા છે. ત્યારે 128GB Storage Variants 11999 રૂપિયામાં મળશે. જણાવી દઇએ કે Redmi 9ની સ્પેનમાં શરૂઆતી કિમત 149 યૂરો (લગભગ 13200 રૂપિયા) હતી, જે કે તેની 3 જીબી+ 32 જીબી સ્ટોરેજ વિકલ્પની કિંમત છે. તેના 4 જીબી + 64 જીબી સ્ટોરેજ ઓપ્શનની કિંમત 179 યુરો (લગભગ 15,800 રૂપિયા) છે. ભારતમાં તેનું 3 જીબી વેરિઅન્ટ નથી. કંપનીએ ફોનને Octa-core MediaTek Helio G80 પ્રોસેસર સાથે રજૂ કર્યો છે.


વધી જશે ફોનનું સ્ટોરેજ


કંપનીનું કહેવું છે કે માઇક્રો SD કાર્ડની ફોનના સ્ટોરેજને વધારી શકાય છે. ફોનની પાછળના ભાગમાં ક્વાડ રીઅર કેમેરા સેટઅપ છે. એમાં પ્રાઇમરિ કેમેરા સેન્સર 13 મેગાપિક્સલનો છે. બીજો સેન્સર 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરો છે, ત્રીજો 5 મેગાપિક્સલનો મેક્રો શૂટ અને ચોથો 2 મેગાપિક્સલનો ઉંડાઈ સેન્સર છે. આ સ્માર્ટફોને સ્પેસ બ્લુ, મિન્ટ ગ્રીન, સનરાઇઝ ફ્લેર અને મેટ બ્લેક કલર ઑપશનમાં ખરીદી શકાય છે.