બજાર » સમાચાર » કંપની સમાચાર

Yes Bank case: ED રાણા કપૂર અને વાધવાનના 2,200 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી

ના રોજ પ્રકાશિત Thu, 09, 2020 પર 18:00  |  સ્ત્રોત : Moneycontrol.com

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુરુવારે યસ બેન્ક (Yes Bank)ના ફાઉન્ડર રાણા કપૂર અને DHFLના પ્રમોટરો કપિલ વાધવાન અન્ડ ધીરજ વાધવન પાસેથી 2,200 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. EDના અધિકારીઓએ કહ્યું છે કે યસ બેન્કના મની લોન્ડરિંગ કેસમાં આ જપ્તી કરવામાં આવી છે. EDએ રાણા કપૂર પાસેથી જે સંપત્તિ જપ્ત કરી છે તેમાં મુંબઇના પેડદર રોડ પરનો બંગલો છે. આ ઉપરાંત મુંબઇના મલબાર હિલ વિસ્તારમાં 6 ફ્લેટ પણ કબજે કરવામાં આવ્યા છે. દિલ્હીમાં અમૃતા શેરગિલ માર્ગ પર કપૂરની 48 કરોડ રૂપિયાની સંપત્તિ હવે EDના કબજામાં છે. સાથે ન્યૂ યોર્કમાં એક સંપત્તિ અને લંડનમાં બે સંપત્તિ, ઑસ્ટ્રેલિયામાં એક કમર્શિયલ પ્રોપર્ટી અને 5 લક્ઝરી કાર પણ EDએ અટેચ કરી લીધું છે.


આ સપ્તાહની શરૂઆતમાં હિન્દુસ્તાન ટાઇમ્સના એક રિપોર્ટ મુજબ નામ જાહેર ના કરવાની શર્ત પર કેટલાક લોકોએ જણાવ્યું હતું કે ED આવતા સપ્તાહે સેન્ટ્રલ લંડનની સંપત્તિ સાથે-સાથે રાણા કપૂરની 50 કરોડ રૂપિયાની FD પણ જપ્ત કરશે.


લંડનની મિલકત જપ્તી થવું આ કિસ્સામાં એ પ્રથમ વિદેશી સંપત્તિ છે. EDએ 6 મે 2020 ના રોજ રાણા કપૂર વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી હતી. આ કેસમાં તપાસ હેઠળ EDએ સંપત્તિ જપ્ત કરી રહી છે.


ગયા સપ્તાહ મુંબઇના એક સ્પેશલ કોર્ટ રાણા કપૂરને CBIની તરફથી એક કેસમાં 11 જુલાઈ સુધી ધરપકડથી વચગાળાની રાહત આપી હતી. CBIએ આ વર્ષે માર્ચમાં રાણા કપૂર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આ કેસ નવી દિલ્હીના લૂટિયન્સ ઝોનના બંગલાઓ માટે સરળ લોન આપવાના કેસમાં અવંત ગ્રુપ પાસેથી 307 કરોડ રૂપિયાની ઘૂસ લેવામાં આવી હતી. અવંત ગ્રુપે ઘૂસના બદલામાં ડિમાન્ડ મૂકી હતી યસ બેન્ક પાસેથી 1900 કરોડ રૂપિયાની લોન મળી જાશે.