બજાર » સમાચાર » કંપની સમાચાર

Yes bank Case: EDએ લંડનમાં રાણા કપૂરના 127 કરોડના અપાર્ટમેન્ટ જપ્ત કર્યું

ના રોજ પ્રકાશિત Fri, 25, 2020 પર 18:29  |  સ્ત્રોત : Moneycontrol.com

યસ બેન્કના કેસમાં બેન્કના પ્રમોટર રાણા કપૂર પર EDની કડકતા વધી રહી છે. EDએ લંડનમાં રાણા કપૂરના 127 કરોડ રૂપિયાના અપાર્ટમેન્ટને કબજે કર્યું છે. EDએ શુક્રવારે કહ્યું કે યસ બેન્કના મની લોન્ડરિંગ મામલામાં તપાસ હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે. EDએ પ્રિવેશન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ના અંતર્ગત 1,77 સાઉથ આઉડલી સ્ટ્રીટ પર હાજર રાણા કપૂરના અપાર્ટમેન્ટને કબજે કર્યું છે.


EDએ એક નિવેદનમાં જારી કરીને જણાવ્યું હતું કે, આ અપાર્ટમેન્ટની બજાર કિંમત 1.35 કરોડ પાઉન્ડ એટલે કે લગભગ 127 કરોડ રૂપિયા છે. રાણા કપૂરે આ પ્રોપર્ટી 2017 માં 99 લાખ પાઉન્ડ એટલે ખે 93 કરોડ રૂપિયામાં DOIT ક્રિએશન જર્સી લિમિટેડના નામ પર ખરીદ્યું હતું અને તે તેના બેનિફેશિયલ ઓનર હતા.


તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે, ઘણા સૂત્રોથી ખુલાસો કર્યો હતો કે રાણા કપૂર આ પ્રોપ્રર્ટી વેચવાની તૈયારીમાં હતી. રિટેલ એસ્ટેટની ઘણી વેબસાઇટ પર આ પ્રોપર્ટી લિસ્ટેટ હતી.


પ્રોસેડ્યોરના હેઠળ, એજન્સી હવે UKની તપાસ એજન્સીનો સંપર્ક કરીને પ્રોપર્ટી જપ્ત કરશે. સાથે જ આ નોટિસ જારી કરશે કે PMLAના ક્રિમિનલ સેક્શન હેઠળ આ પ્રોપર્ટીની ખરીદી વેચાણ હવે નહીં કરી શકાશે. એના પહેલા EDએ અમેરિકા, દુબઇ અને ઑસ્ટ્રેલિયામાં પણ પ્રોપર્ટી કબજે કરી હતી.


રાણા કપૂર, યસ બેંક, ઇડી, લંડન એપાર્ટમેન્ટ, Rana Kapoor,Yes Bank, ED, London Apartment