બજાર » સમાચાર » કંપની સમાચાર

Yes Bank ના FPO 15 જુલાઈના ખુલશે, 15K કરોડ એકઠા કરવાનો પ્લાન

ના રોજ પ્રકાશિત Thu, 09, 2020 પર 11:28  |  સ્ત્રોત : Moneycontrol.com

યસ બેન્ક (Yes Bank) એ ગુરૂવારના જાણકારી આપી કે તે 15 જુલાઈના ફૉલોઑન પબ્લિક ઑફર (FPO) રજુ કરશે. બેન્કે સ્ટૉક એક્સચેન્જને આપવામાં આવેલ જાણકારીમાં જણાવ્યુ કે આ ઑફર 17 જુલાઈના બંધ થશે. યસ બેન્કે FPO માટે રજિસ્ટ્રાર ઑફ કંપનીઝમાં બધા દસ્તાવેજ જમા કરી દીધા છે. યસ બેન્ક (Yes Bank) પોતાના FPO ના દ્વારા 15,000 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે. બેન્કની આ ઑફરમાં 200 કરોડ રૂપિયાના FPO રિઝર્વ રાખવામાં આવ્યા છે. બેન્કના FPO ના માટે સલાહ આપવા વાળામાં એક્સિસ કેપિટલ, કોટક મહિન્દ્રા કેપટિલ, સિટી અને બેન્ક ઑફ અમેરિકા જેવા ઈનવેસ્ટમેન્ટ બેન્ક શામિલ છે. બુધવારના ભારતના સૌથી મોટી બેન્ક SBI એ જણાવ્યુ હતુ કે તેના બોર્ડમાં યસ બેન્કના FPO ના દ્વારા 1760 કરોડ રૂપિયા રોકાણ કરવાની અનુમતિ આપી દીધી છે.

13 માર્ચના સરકારે SBI ના સપોર્ટથી યસ બેન્કના રેસક્યૂ પ્લાનને મંજૂરી આપી હતી. આ પ્લાનની હેઠળ SBI, HDFC, ICICI બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, બંધન બેન્ક, ફેડરલ બેન્ક અને IDFC ફર્સ્ટ બેન્કે યસ બેન્કમાં 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ હતુ.

SBI એ 6050 કરોડ રૂપિયાના રોકાણથી Yes Bank માં 48.3 ટકા ભાગીદારી લીધી હતી. રેસક્યૂ પ્રોસેસની હેઠળ માર્ચમાં યસ બેન્કના 8415 કરોડ રૂપિયાના AT1 બૉન્ડ બેલેંસ શીટથી હટાવી દેવામાં આવ્યા હતા.