બજાર » સમાચાર » કંપની સમાચાર

Yes Bank FPO: યસ બેન્કના FPO ના ફ્લોર પ્રાઈઝ 12 રૂપિયા/શેર નક્કી, શેર લપસ્યા

ના રોજ પ્રકાશિત Fri, 10, 2020 પર 15:11  |  સ્ત્રોત : CNBC-Bajar

Yes Bank: યસ બેન્ક 15 જુલાઈના FPO (ફૉલોઑન ઑફર) રજુ કરવા વાળી છે. તેના ફ્લોર પ્રાઈઝ 12 રૂપિયા પ્રતિ શેર નક્કી થયા છે. યસ બેન્કે શુક્રવારના શેર બજારને જણાવ્યુ કે શુક્રવાર સવારે બેન્કના બોર્ડ ડાયરેક્ટર્સની બેઠક થઈ. બોર્ડે FPO ના ફ્લોર પ્રાઈઝ 12 રૂપિયા પ્રતિ શેર અને કેપ 13 રૂપિયા પ્રતિ ઈક્વિટી નક્કી કરી છે. બેન્ક પોતાના FPO ના દ્વારા 15,000 કરોડ રૂપિયા એકઠા કરવા ઈચ્છે છે. બેન્કના કર્મચારી રિઝર્વ હિસ્સાથી FPO ખરીદી સકે છે. બેન્કના કર્મચારીઓને 1 રૂપિયા પ્રતિ શેર છૂટી આપવામાં આવશે. યસ બેન્કના FPO માં 1000 શેરોના લૉટમાં બિડ કરવામાં આવી સકે છે.

યસ બેન્કે જણાવ્યુ કે કર્મચારીઓ માટે 200 કરોડ રૂપિયા સુધી પોર્શન રિઝર્વ રાખવામાં આવ્યા છે. 14 જુલાઈના CRC ની બેઠક થવાની છે. યસ બેન્કે જણાવ્યુ કે આ બેઠકમાં એન્કર ઈનવેસ્ટરને ઈક્વિટી શેર અરજીના પ્રસ્તાવ પર ચર્ચા થશે.

ભારતની સૌથી મોટી બેન્ક SBI એ જણાવ્યુ હતુ કે તેના બોર્ડમાં યસ બેન્કના FPO ના દ્વારા 1760 કરોડ રૂપિયા રોકાણ કરવાની અનુમતી આપી દીધી છે.

શુક્રવારના યસ બેન્કના શેરોમાં મોટો ઘટાડો જોવામાં આવ્યો. બપોરે 12 વાગ્યે યસ બેન્કના શેર 7 ટકા સુધી ઘટી ગયા હતા. જો કે ત્યાર બાદમાં તેમાં થોડી રિકવરી આવી અને બપોરે 2.15 ની નજીક યસ બેન્કના શેર 4.88 ટકા નીચે 25.15 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા.

યસ બેન્કનો રેસ્ક્યૂ પ્લાન

આ વર્ષ 13 માર્ચના સરકારે SBI ના સપોર્ટથી યસ બેન્કના રેસક્યૂ પ્લાનને મંજૂરી આપી હતી. આ પ્લાનની હેઠળ SBI,  HDFC, ICICI બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, બંધન બેન્ક, ફેડરલ બેન્ક અને IDFC ફર્સ્ટ બેન્કે યસ બેન્કમાં 10,000 કરોડ રૂપિયા રોકાણ કર્યુ હતુ.

SBI એ 6050 કરોડ રૂપિયાના રોકાણથી Yes Bank માં 48.3 ટકા ભાગીદારી લીધી હતી. રેસક્યૂ પ્રોસેસની હેઠળ માર્ચમાં યસ બેન્કના 8415 કરોડ રૂપિયાના AT1 બૉન્ડ બેલેંસ શીટથી હટાવી દેવામાં આવ્યા હતા.