બજાર » સમાચાર » કંપની સમાચાર

Zee Entertainmentએ કહ્યું EGM બોલાવું ગેરકાયદે, બોર્ડ તેને મંજૂરી નહીં આપી શકે

કંપનીએ કોર્ટમાં કહ્યું કે તેનું બોર્ડ EGM બોલાવવા માટે મંજૂરી આપી નથી શકતું કારણ કે તે ગેરકાયદેસર હશે.
ના રોજ પ્રકાશિત Fri, 22, 2021 પર 15:14  |  સ્ત્રોત : Moneycontrol.com

બૉમ્બે હાઇ કોર્ટે Zee Entertainmentને એક્સ્ટ્રાઑર્ડિનરી જનરલ મીટિંગ (EGM) ના ઑર્ડર આપવાના એક દિવસ પછી કંપનીએ કહ્યું કે બોર્ડ તેને મંજૂરી આપી નહીં શકે કારણ કે તે ગેરકાયદેસર હશે. Zeeની તરફથી કોર્ટમાં હાજર રહેલા એડવોકેટ ગોપાલ સબરામણીયમે કહ્યું કે કંપની માને છે કે EGM બોલાવવી ગેરકાયદેસર છે.


હાઇ કોર્ટે કંપનીના શેરહોલ્ડરો ઇન્વેસ્કો ડેવલપમેન્ટ માર્કેટ ફંડ્સ અને OFI ગ્લોબલ ચાઇના ફંડ દ્વારા કરેલી રજૂઆતો અનુસાર Zee Entertainmentને EGM બોલાવવા કહ્યું હતું.


કોર્ટે એમ પણ કહ્યું હતું કે EGM માટેની વિનંતીની કાનૂની માન્યતા પર તેનો નિર્ણય કરે ત્યાં સુધી EGM સંબંધિત રિજૉલ્યૂશનને સ્થગિત રાખવામાં આવશે.


EGMની અધ્યક્ષતા એક રિટાયર્ડ જજને કરવાની શર્ત પણ કોર્ટને લગાવી હતી. કોર્ટે કહ્યું હતું કે રિઝૉલ્યૂશન માટે ઇનફૉર્મેશન એન્ડ બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટ્રીથી સ્વીકૃતિ લેવી પડશે.


તેના પર સુબ્રમણ્યમે કોર્ટને કહ્યું કે કંપની શુક્રવારે EGMની તારીખની જાણ કરશે.


જો કે, કોર્ટમાં શુક્રવારે સુનાવણી દરમિયાન Zeeએ એકવાર ફરી કહ્યું કે કંપનીના સૌથી મોટા શેરહોલ્ડરો ઇન્વેસ્કો અને OFIની EGM બોલાવવાની માંગ ગેરકાયદેસર છે.


આ શેરહોલ્ડર્સએ કંપનીમાં કૉર્પોરેટ ગવર્નન્સને લઇને સવાલ ઉઠાવ્યા હતા અને મેનેજિંગ ડિરેક્ટરો સાથે કેટલાક ડિરેક્ટરોને પણ હટાવવાની માંગ કરી હતી. ત્યારથી કંપની અને આ શેરહોલ્ડર્સ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.