Adani Power Q2 Results: અદાણી પાવર માટે સપ્ટેમ્બર ક્વાર્ટર એટલુ સારૂ રહ્યુ કે તેની અસર શેર માર્કેટમાં પણ જોવા મળી. કંપનીએ આજે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના જુલાઈ-સપ્ટેમ્બર 2023ના નાણાકીય પરિણામો રજૂ કર્યા છે. જાહેર થયેલા પરિણામો અનુસાર, કંપનીનો કંસોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 848 ટકા વધીને 6594 કરોડ રૂપિયા પર પહોંચી ગયો. તેના ચાલતા શેર 7 ટકાથી વધુ ઉછળીને 393.15 રૂપિયા પર પહોંચી ગયો. નફાવસૂલીના ચાલતા ભાવમાં સુસ્તી તો આવી છે પરંતુ હજુ પણ તે ઘણી મજબૂત સ્થિતિમાં છે. હાલમાં તે 3.56 ટકાની મજબૂતીની સાથે 378 રૂપિયા (Adani Power Share Price) પર છે.