Ashu Shinghal-
Ashu Shinghal-
મહાનગર ગેસના એમડી, આશુ સિંઘલનું કહેવું છે કે ગેસ ટેરિફ વધાર્યા છે તેના નવા ભાવ 1 એપ્રિલથી લાગૂ થશે. PNGRB જલ્દી અન્ય એન્ટિટીના ટેરિફની જાહેરાત કરશે. ઝોનલ ટેરિફના ભાવ આવ્યા પછી તેની અસર જાણી શકાશે. ટેરિફ વધારો ગેસ કંપનીઓ માટે પોઝિટીવ બની રહ્યો છે. નવા ટેરિફને કારણે સીએનજીના ભાવમાં 70-80 પૈસા પ્રતિ કિલોનો ઘટાડો શક્ય છે.
આશુ સિંઘલના મતે પીએનજી ભાવ પર 50-60 પ્રતિ એસસીએમની અસર સંભવિત દેખાઈ રહી છે. PNGRBના અંતિમ ટેરિફ નક્કી કર્યા પછી સંપૂર્ણ રીતે કહી શકશે. અંતિમ ટેરિફ પછી જ કંપની તેની કિંમતો નક્કી કરશે. કિરીટ પારેખ કમિટીની ભલામણો મંજૂર થવાની અપેક્ષા. અંતિમ ટેરિફ આવ્યા પછી કિમંત વધારવા કે ધટાડવા પર નિર્ણય લઈશું. Unison Enviro સાથે શેર પર્ચેસ કરાર કરવામા આવ્યો છે.
આશુ સિંઘલના મુજબ સપ્ટેમ્બર સુધીમાં PNGRB તરફથી ડીલને મંજૂરી મળવાની અપેક્ષા લાગી રહી છે. નવેમ્બર સુધીમાં કંપનીને શેર ટ્રાન્સફર કરવાનો અંદાજ છે. શેર ટ્રાન્સફર થયા બાદ રકમ ચૂકવાશે. કંપની હંમેશા સારી કંપની અને ડીલની શોધમાં હોય છે. મુંબઈ, થાણે, રાયગઢ, રત્નીગિરી પર કંપનીનો ફોકસ બની રહ્યો છે. લાતુર, ઉસ્માનાબાદમાં પણ સર્વિસનુ લાઈસન્સ મળ્યું છે.
આશુ સિંઘલે આગળ કહ્યું કે મહારાષ્ટ્ર સહિત અન્ય વિસ્તાર પર કંપનીનું ફોકસ બની રહ્યું છે. ઇલેક્ટ્રિક મોબિલીટીમાં ધણી સંભાવના વધી રહી છે. કેટલીક કંપનીઓએ ઈલેક્ટ્રીક મોબિલિટીમાં રુચિ બતાવી જોવા મળી રહી છે. ઈલેક્ટ્રીક મોબિલિટી માટે જાવી કરવા પર ફોકસ બની રહ્યો છે. નાણાકીય વર્ષ 2023 માં લગભગ 17.5 ટકાની ગ્રોથ જોવા મળી રહી છે.
આશુ સિંઘલના અનુસાર નાણાકીય વર્ષ 2024 માં ગ્રોથ નાણાકીય વર્ષ 2023ની સરખામણીમાં થોડી ઓછી રહેશે. નાણાકીય વર્ષ 2024 માં 7-8 ટકા રહેવાનો અંદાજ લાગી રહ્યો છે. નવા સીએનજી પંપમાં તેજી આવવાથી ગ્રોથને સપોર્ટ મળશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.