સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં રિયલ્ટી ફર્મ અનંત રાજ લિમિટેડનું કંસોલિડેટેડ નેટ પ્રોફિટ 79 ટકાના વધારાની સાથે 60.37 કરોડ રૂપિયા રહ્યા છે. એક વર્ષ પહેલા તેના સમય ગાળામાં દિલ્હીની આ રિયલ્ટી ફર્મને 33.74 કરોડ રૂપિયાનો નફો હતો. નાણાકીય વર્ષ 2024 ની જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની ઈનકમ 340.83 કરોડ રૂપિયા રહી, જે ગયા વર્ષના આ સમય ગાળામાં 265.87 કરોડ રૂપિયા હતો.
સંબંધિત સમય ગાળામાં કુલ ખર્ચ 264.68 કરોડ રહ્યો, જે ગયા વર્ષની સરખામણીના આ સમય ગાળામાં 223.84 કરોડ રૂપિયા હતો. બૉન્બે સ્ટૉક એક્સચેન્ડ BSEમાં 20 ઑક્ટોબરે અનંત રાજ લિમિટેડના શેર 0.74 ટકાના વધારાની સાથે 237.25 કરોડ રૂપિયા પર બંધ થયો છે.
અનંત રાજ લિમિટેડે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે કંપની કુલ 17,000 વર્ગફુટ એરિયામાં હૈદરાબાદમાં અફૉર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ લૉન્ચ કરશે. અનંત રાજ લિમિટેડએ કહ્યું હતું કે કંપની દક્ષિણ દિલ્હીના મહરોલી વિસ્તારમાં અનંત રાજ સેન્ટર નામથી નવા પ્રોજેક્ટ શરૂ કરી રહ્યી છે.
તેના હેઠળ લગભગ 7 લાખ વર્ગફુટમાં પ્રોજેક્ટ ડિવેલપ કરવામાં આવશે, જેમાં ઑફિસ સ્પેસ, હૉસ્પિટેલિટી અને સર્વિસ અપાર્ટમેન્ટ વગેરે રહેશે. અનંત રાજ તેની કંપની સબ્સિડિયરી જય ગોવિંદ ઘર નિર્માણ લિમિટેડના દ્વારા આધ્રા પ્રદેશની તિરૂપતિમાં અફોર્જેબલ હાઉસિંગ પ્રોજેક્ટ અનંત રાજ આશ્રય-1 શરૂ કરી રહી છે.