Bajaj Auto Q2 Result: વર્ષના આધાર પર બજાજ ઑટોનો નફો 20% વધ્યો, આવક 5.6% વધી | Moneycontrol Gujarati
Get App

Bajaj Auto Q2 Result: વર્ષના આધાર પર બજાજ ઑટોનો નફો 20% વધ્યો, આવક 5.6% વધી

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 20 ટકા વધીને 1,836.1 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1,530 કરોડ રૂપિયા પર હતો.

અપડેટેડ 05:41:05 PM Oct 18, 2023 પર
Story continues below Advertisement
Bajaj Auto Q2 Result: દિગ્ગજ ઑટો કંપની બજાજ ઑટો (Bajaj Auto) એ 18 ઑક્ટોબરના નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

Bajaj Auto Q2 Result: દિગ્ગજ ઑટો કંપની બજાજ ઑટો (Bajaj Auto) એ 18 ઑક્ટોબરના નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધ્યો છે. જ્યારે, બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 20 ટકા વધીને 1,836.1 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1,530 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 1,752 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 5.6 ટકા વધીને 10,777.27 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 10,202 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 10,810 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

એબિટામાં આવ્યો વધારો

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 21.3 ટકા વધારાની સાથે 2,132.8 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 1758 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 2,092 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 17.2 ટકા થી વધીને 19.8 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 19.3 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

Polycab Q2: વર્ષના આધાર પર પોલીકેબનો નફો 59% વધીને ₹430 કરોડ રહ્યો, આવકમાં પણ વધારો

MoneyControl News

MoneyControl News

First Published: Oct 18, 2023 5:41 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.