યુનિપાર્ટ્સ ઈન્ડિયાના સીએણડી, ગુરદીપ સોનીનું કહેવું છે કે કંપનીનો બિઝનેસ કન્સ્ટ્રક્શનની મશીનરી બનાવવાનો છે. યુરોપ અને યૂએસમાં 85 ટકા બિઝનેસ છે. એગ્રીક્લચર માટે મશીનરી બનાવવાનો છે. યુરોપ અને યૂએસમાં કન્સ્ટ્રક્શન મશીનરી બિઝનેસમાં મજબૂતી જોવા મળી રહી છે. આવનારા ક્વાર્ટરમાં કંપનીનો સારો ગ્રોથ જોવા મળશે.
ગુરદીપ સોનીએ આગળ કહ્યું છે મોનસૂનની અસર બિઝનેસ પર જોવા મળશે. યુરોપ અને યૂએસ બિઝનેસમાં અલ-નીનોની અસર જોવા નહીં મળે. હાલમાં ભારતમાં પણ બિઝનેસ ગ્રોથ મજબૂત જોવા મળી રહી છે. ભારતમાં પણ ડિમાન્ડ સારી જોવા મળી રહી છે. 7 વર્ષમાં કુલ 200 કરોડ રૂપિયાનું રોકાણ મશીનરી બિઝનેસમાં કરીશું.
ગુરદીપ સોનીના અનુસાર નવા ગ્રાહકો તરીકે નોર્થ યૂએસમાં ફાર્મ મશીનરી અને એસેસરીઝ માટે બીજા સૌથી મોટા રિટેલ સ્ટોર ગ્રુપમાં સમાવેશ થઈ રહ્યો છે. યુટિલિટી ટેરેન વ્હીકલ (UTV) માટે 3-પોઇન્ટ લિન્કેજ સોલ્યુશન ડેવલપ થઈ રહી છે. હાલમાં ઈન્ડિયન માર્કેટમાં પણ ડિમાન્ડ સારી ચાલી રહી છે. આ માર્કેટ સાઈઝ 200 મિલિયન ડૉલરનું માર્કેટ સાઈઝ છે.
ગુરદીપ સોનીના મુજબ આવનારા 4 વર્ષમાં 200 કરોડનું સેલ માત્ર આજ પ્રોડક્ટ ગ્રુપમાં કરશે. જેમાંથી 20-25 કરોડ આ જ વર્ષમાં થશે. તેનું લૉન્ચ લગભગ નવેમ્બર-ડિસેમ્બરમાં થવાનું અનુમાન છે. કંપનીના ડિમાન્ડમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં ગ્રોથમાં સારો સુધારો જોવા મળ્યો છે. કંપનીનાં સેલ્સમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીનાં પ્રોડક્શનમાં સારો વધારો જોવા મળી રહ્યો છે. કંપનીમાં સારી તેજી ચાલી રહી છે.