Dixon Tech Q2 Result: વર્ષના આધાર પર ડિક્સન ટેકનો નફો 47.1% વધ્યો, આવક 28% વધી | Moneycontrol Gujarati
Get App

Dixon Tech Q2 Result: વર્ષના આધાર પર ડિક્સન ટેકનો નફો 47.1% વધ્યો, આવક 28% વધી

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 47.1 ટકા વધીને 113.4 કરોડ રૂપિયા પર રહ્યો છે. કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 28 ટકા વધીને 4,943.2 કરોડ રૂપિયા પર રહી છે

અપડેટેડ 04:56:42 PM Oct 26, 2023 પર
Story continues below Advertisement
ટેક્નોલોજી કંપની ડિક્સન ટેક્નોલોજી (Dixon Tech) એ 26 ઑક્ટોબરના નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

Dixon Tech Q2 Result: ટેક્નોલોજી કંપની ડિક્સન ટેક્નોલોજી (Dixon Tech) એ 26 ઑક્ટોબરના નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં વધારો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 47.1 ટકા વધીને 113.4 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 77 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 116 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 28 ટકા વધીને 4,943.2 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 3,867 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 4,529 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

Colgate Q2 Result: વર્ષના આધાર પર કોલગેટનો નફો 22.3% વધ્યો, આવકમાં પણ વધારો

એબિટામાં આવ્યો વધારો

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 37 ટકા વધારાની સાથે 198.9 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 145 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 183 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 3.8 ટકા થી વધીને 4 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તે અનુમાનના મુજબ રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 26, 2023 4:56 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.