October Auto sales: બજાજ ઓટોના વેચાણમાં 19%નો વધારો, અસ્કૉર્ટ્સ કુબોટાનું વેચાણ ઘટ્યુ | Moneycontrol Gujarati
Get App

October Auto sales: બજાજ ઓટોના વેચાણમાં 19%નો વધારો, અસ્કૉર્ટ્સ કુબોટાનું વેચાણ ઘટ્યુ

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓટોએ ઓક્ટોબર 2023 માં 80,679 યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું છે. જ્યારે ઓક્ટોબર 2022 માં કંપનીએ 61,114 યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું હતું. ઓક્ટોબર મહિનામાં કંપનીના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 32 ટકાનો વધારો જોવા મળ્યો છે.

અપડેટેડ 03:08:33 PM Nov 01, 2023 પર
Story continues below Advertisement
October Auto sales: ઓટોમોબાઈલ કંપનીઓના ઓક્ટબર મહિનાના વેચાણના આંકડા મિશ્ર રહ્યા છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    October Auto sales: ઓટોમોબાઈલ કંપનીઓના ઓક્ટબર મહિનાના વેચાણના આંકડા મિશ્ર રહ્યા છે. ઓટો દિગ્ગજ બજાજ ઑટો (Bajaj Auto) એ ઓક્ટોબર 2023 માં વધીને 4.71 લાખ યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું છે. જ્યારે ઓક્ટોબર 2022માં કંપનીએ 3.95 લાખ ગાડીઓનું વેચાણ કર્યું હતું. ઓક્ટોબર મહિનામાં કંપનીના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 19 ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે, ઓક્ટોબર મહિના માટે કંપનીનું કુલ વેચાણ બ્રોકિંગ ફર્મ નોમુરાના 4.17 લાખ યુનિટના અંદાજ કરતાં વધારે હતું.

    ઓક્ટોબર મહિનામાં બજાજ ઑટોનું કુલ સ્થાનિક વેચાણ પણ વાર્ષિક ધોરણે 36 ટકા વધીને 3.29 લાખ યુનિટ થયું છે. જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 2.42 લાખ યુનિટ રહ્યો હતો. ઓક્ટબર મહિનામાં નિકાસ નબળી રહી છે કારણ કે તે વાર્ષિક ધોરણે 7 ટકા ઘટીને 1.41 લાખ યુનિટ રહ્યા છે, જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં 1.52 લાખ રહ્યા હતા.

    ઓક્ટોબર મહિનામાં બજાજ ઑટોનું ટુ-વ્હીલર વેચાણ પણ વાર્ષિક ધોરણે 19 ટકા વધીને 4.08 લાખ યુનિટ થયું છે. જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 3.41 લાખ યુનિટ રહ્યો હતો. ઓક્ટોબર મહિનામાં બજાજ ઑટોના કોમર્શિયલ વ્હિકલ વેચાણ પણ વાર્ષિક ધોરણે 18 ટકા વધીને 63,044 યુનિટ થયું છે. જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 53,335 યુનિટ રહ્યો હતો.


    Escorts Kubota

    એસ્કોર્ટએ ઓક્ટોબર 2023 માં 13,205 યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું છે. જ્યારે ઓક્ટોબર 2022માં કંપનીએ 14,492 યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું હતું. ઓક્ટોબર મહિનામાં કંપનીના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 8.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

    M&M Auto

    મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓટોએ ઓક્ટોબર 2023 માં 80,679 યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું છે. જ્યારે ઓક્ટોબર 2022 માં કંપનીએ 61,114 યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું હતું. ઓક્ટોબર મહિનામાં કંપનીના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 32 ટકાનો વધારો જોવા મળ્યો છે.

    ઓક્ટોબર મહિનામાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઑટોનું કુલ સ્થાનિક વેચાણ પણ વાર્ષિક ધોરણે 35 ટકા વધીને 43,708 યુનિટ થયું છે. જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 61,114 યુનિટ હતો. ઓક્ટોબર મહિનામાં પેસેંજર વ્હીકલનું વેચાણ વધ્યુ છે કારણ કે તે વાર્ષિક ધોરણે 35 ટકા વધીને 43,708 યુનિટ રહ્યા છે, જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં 32,298 યુનિટ રહ્યા હતા.

    ઓક્ટોબર મહિનામાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કુલ એક્સપોર્ટ વાર્ષિક ધોરણે 33 ટકા ઘટીને 1,854 યુનિટ થયું છે. જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 2,755 યુનિટ હતો.

    Sun Pharma Q2 Result: વર્ષના આધાર પર કંપનીનો નફો 5% વધીને ₹2,375 કરોડ વધ્યો, આવક પણ વધી

    M&M Tractor

    ઓક્ટોબર મહિનામાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કુલ ટ્રેક્ટર વેચાણ પણ વાર્ષિક ધોરણે 2.95 ટકા ઘટીને 50,460 યુનિટ થયું છે. જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 51,994 યુનિટ હતો.

    Maruti

    મારૂતિ સુઝુકીએ ઓક્ટોબર 2023 માં 1.99 લાખ યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું છે. જોકે, ઓક્ટોબર મહિના માટે કંપનીનું કુલ વેચાણ બ્રોકિંગ ફર્મ નોમુરાના 1.93 લાખ યુનિટના અંદાજ કરતાં વધારે હતું.

    ઓક્ટોબર મહિનામાં મારૂતિ સુઝુકીનું કુલ સ્થાનિક વેચાણ પણ વાર્ષિક ધોરણે 21 ટકા વધીને 1.77 લાખ યુનિટ થયું છે. જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 1.47 લાખ યુનિટ હતો. ઓક્ટોબર મહિનામાં એક્સોપર્ટ વધી રહ્યો છે કારણ કે તે વાર્ષિક ધોરણે 7 ટકા વધીને 21,951 યુનિટ રહ્યા છે, જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં 20,448 યુનિટ રહ્યા હતો.

    Tata Motors

    ટાટા મોટર્સે ઓક્ટોબર 2023 માં 82,954 યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું છે. જ્યારે ઓક્ટોબર 2022માં કંપનીએ 78,335 યુનિટ ગાડીઓનું વેચાણ કર્યું હતું. ઓક્ટોબર મહિનામાં કંપનીના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે 5.9 ટકાનો વધારો જોવા મળ્યો છે. જોકે, ઓક્ટોબર મહિના માટે કંપનીનું કુલ વેચાણ બ્રોકિંગ ફર્મ નોમુરાના 82,000 યુનિટના અંદાજ કરતાં વધારે હતું.

    ઓક્ટોબર મહિનામાં ટાટા મોટર્સનું કુલ સ્થાનિક વેચાણ પણ વાર્ષિક ધોરણે 6 ટકા વધીને 80,825 યુનિટ થયું છે. જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 76,537 યુનિટ હતો. ઓક્ટોબર મહિનામાં પેસેંજર વહિકલના આંકડા વાર્ષિક ધોરણે 7 ટકા વધીને 48,ટ637 યુનિટ રહ્યા છે, જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં 45,423 યુનિટ રહ્યા હતા. ઓક્ટોબર મહિનામાં ટાટા મોટર્સના કોમર્શિયલ વ્હીકલના આંકડા વાર્ષિક ધોરણે 4 ટકા વધીને 34,317 યુનિટ રહ્યા છે, જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં 32,912 યુનિટ રહ્યા હતા.

    MoneyControl News

    MoneyControl News

    First Published: Nov 01, 2023 3:08 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.