Ramco Cements Q1 Result: રેમકો સિમેંટ્સ (Ramco Cements) એ 07 ઓગસ્ટના નાણાકીય વર્ષ 2023-24 ના પહેલા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 જુન 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર ઘટ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.
કંપનીની આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 26.4 ટકા વધીને 2,241 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 1773 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 2365 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 13 ટકા વધારાની સાથે 341 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 301 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 403 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 17 ટકા થી ઘટીને 15.2 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 17 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.